Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

યુ ટયુબ ઉપર પ્રાણીઓની તસ્કરીની પોસ્ટ : હટાવવા ઇન્કાર

વન્ય જીવોના અંગોનો સોશ્યલ મીડીયા ઉપર ચાલતો બેરોકટોક કારોબાર : મધ્યપ્રદેશ એસટીએસએફ દ્વારા તસ્કરોની ચેનલનો ભાંડાફોડ : યુ ટયુબને સહઆરોપી બનાવાશે

કેન્યામાં સફેદ ગેંડાની પ્રજાતિ બચાવવા કોશીશ : વિશ્વમાં ફકત બે જ માદા સફેદ ગેંડા બચ્યા છે કે ન્યાની પજેતા કર્ઝવન્સીમાં વૈજ્ઞાનીકો અને ફોરેસ્ટ ખાતા દ્વારા તેમના અંડકોશ દ્વારા કૃત્રીમ રીતે ગર્ભધાન કરાવી સફેદ ગેંડાની પ્રજાતી બચાવવાના પ્રયાસ કરી રહ્યા છે.

ભોપાલ, તા. રર : સોશ્યલ મિડીયાના મોટા પ્લેટફોર્મ યુ ટયુબ ઉપર વન્ય પ્રાણીઓના અંગોની તસ્કરી અંગે પોસ્ટ હોવાનું જાણમાં આવતા ખળભળાટ મચી ગયેલ. છેલ્લા અઢી મહીનામાં વન વિભાગની મધ્યપ્રદેશ સ્ટેટ ટાઇગર સ્ટ્રાઇક ફોર્સે આવા ત્રણ મામલાઓ પકડયા છે.

એસટીએસએફની પૂછપરછમાં તસ્કર ગેંગના સભ્યોએ કબુલેલ કે તેમણે તસ્કરી માટે યુ ટયુબનો ઉપયોગ કર્યો છે. આ અંગે યુ ટયુબ ઉપરથી આ સામગ્રી હટાવવાનું કહેતા યુ ટયુબે ઇન્કાર કરેલ. એસટીએસએફ દ્વારા હવે યુ ટયુબને સહઆરોપી બનાવાશે.

ઉજ્જૈનના તાંત્રીક ગ્રુપ પાસેથી આ મામલાનો ખુલાસો થયા બાદ વન વિભાગ સક્રિય થયેલ. એસટીએસએફએ યુ ટયુબને વન્ય પ્રાણી અંગેના નિયમો હેઠળ નોટીસ જાહેર કરેલા યુ ટયુબે પોતાના જવાબમાં જણાવેલ કે તેમની પોલીસી આ બનાવ સાથે મેળ નથી ખાતી, એટલે આ કન્ટેન્ટ અમારા પ્લેટફોર્મ ઉપરથી નહીં હટાવી શકે.

એસટીએસએફનું માનવું છે કે આ પ્રકારની ગતિવિધીઓ ખાસ્સા સમયથી આખા દેશમાં ચાલી રહી છે. યુટયુબ, ફેસબુક સહિતની સોશ્યલ મિડીયા દ્વારા વન્ય પ્રાણીઓની તસ્કરી કરનાર ઉપર નજર રાખવામાં આવી રહી છે. જેના એકાઉન્ટ શંકાસ્પદ દેખાય છે તેનીસાઇબર ક્રાઇમના માધ્યમથી તપાસ કરવામાં આવે છે. અધિકારીઓ મુજબ કેરળ, આંધ્ર પ્રદેશ અને કર્ણાટકના કેટલાક લોકોની તલાશ કરાઇ રહી છે. જે હાથી દાંતનો ધંધો કરે છે. આ સિવાય મોટા-મોટા મંદિરોમાં તાંત્રીકોની પણ તપાસ કરવામાં આવી રહી છે.

ભારતમાં હટાવાયેલ તસ્કરીના કન્ટેન્ટ

* ગુગલ પાસે ૮રપ૮ પાસે હટાવવા માંગે ૪૩ર૩૦ કન્ટેન્ટ હટાવાય

* ભારતની ૪૦ ટકા માંગો જ ગુગલ-યુટયુબ દ્વારા માનવામાં આવી. જેમાં કોર્ટના આદેશથી કન્ટેન્ટ હટાવાની માંગ કરાઇ.

* જયારે અમેરિકામાં આવી પ૦ ટકા માંગ ગુગલે માની.

* ભારતની ર૦ ટકા માંગ જ માની જેમાં સરકારી ખાતા દ્વારા હટાવાનું કહેવાયેલ.

*  જયારે અમેરિકાની ૬૦ ટકા આવી માંગ ગુગલ-ટયુબ દ્વારા સ્વીકારાયેલ.

(12:54 pm IST)