Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

આજથી ગણપતિ ઉત્સવની શરૂ થતી ઉજવણી વચ્ચે મુસ્લિમ રાષ્ટ્ર ઇન્ડોનેશિયાની બિરદાવવા લાયક ઘટના : 20 હજાર રૂપિયાની નોટ ઉપર ગણેશજીનો ફોટો : ભગવાન ગણેશને શિક્ષણ, કળા અને વિજ્ઞાનના દેવ માનતા આ દેશમાં હિન્દુઓની આબાદી માત્ર 3 ટકા

જાકાર્તા : કોરોના વાઇરસના કહેર વચ્ચે સમગ્ર ભારતમાં આજથી સાદગીપૂર્વક ગણપતિ ઉત્સવ ઉજવવાનું શરૂ થયું છે. આ ઉજવણીની સાથોસાથ એક મુસ્લિમ રાષ્ટ્ર ઇન્ડોનેશિયાની બિરદાવવા લાયક ઘટના યાદ કરવા જેવી છે.જ્યાં  20  હજાર રૂપિયાની નોટ ઉપર ગણેશજીનો ફોટો મુકવામાં આવ્યો છે.ઇન્ડોનેશિયામાં ચલણને રૂપિયાહ તરીકે ઓળખવામાં આવે છે.જેના ઉપર ભગવાન ગણેશનો ફોટો મુકવા પાછળનું કારણ એ છે કે ગણેશજીને આ દેશમાં શિક્ષણ, કળા અને વિજ્ઞાનના દેવ માનવામાં આવે છે.
ખરેખર, થોડા વર્ષો પહેલા ઇન્ડોનેશિયાની અર્થવ્યવસ્થા પાટા પરથી ઉતરી ગઈ હતી. આ પછી, 20 હજારની નવી નોટ બહાર પાડવામાં આવી, જેના પર ભગવાન ગણેશની તસવીર છપાઈ હતી. તેને છાપવા પાછળના આર્થિક ચિંતકોનું માનવું હતું કે આનાથી અર્થવ્યવસ્થા ફરીથી મજબૂત બનશે અને આવું જ કંઈક પછીથી જોવા મળ્યું.
ઇન્ડોનેશિયાની આ 20 હજારની નોટ પર આગળના ભાગમાં ભગવાન ગણેશની તસવીર છે, જ્યારે પાછલા ભાગમાં વર્ગખંડનો ફોટો છપાયેલો છે. જેમાં વિદ્યાર્થી અને શિક્ષકની તસવીરો છે.
ઉલ્લેખનીય છે કે ઇન્ડોનેશિયામાં લગભગ 87.5 ટકા વસ્તી ઇસ્લામ ધર્મમાં માને છે અને માત્ર ત્રણ ટકા હિંદુ આબાદી છે.

(1:05 pm IST)