Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

રાજકોટમાં બપોર સુધીમાં કોરોનાના ૩૪ કેસઃ કુલ આંક ૨૫૩૪ થયો

રાજકોટ,તા.૨૨: શહેરમાં આજે બપોરના ૧૨ વાગ્યા સુધીમાં કોરોનાના વધુ ૩૪ રીપોર્ટ પોઝીટીવ આવતા કુલ આંક ૨૫૩૪ થયો છે.ગઇકાલે ૩૫ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા કુલ ડિસ્ચાર્જ ૧૩૩૬ થતા રીકવરી રેટ ૫૩.૪૪ ટકા થયો છે. ગઇકાલે ૨૦૩૭ સેમ્પલો લેવાયા હતા પૈકી ૬૦ કેસ નોંધાયા હતા.આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૩૪ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૨૫૩૪ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. અને તે પૈકી૧૩૩૬ લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા ૫૩.૪૪ ટકા રિકવરી રેટ થયો છે.આજ સુધીમાં કુલ ૪૩૦૧૨ કોરોના ટેસ્ટ થયા છે. જેમાંથી ૨૫૩૪ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૫.૮૧ ટકા થયો છે.

(3:45 pm IST)