Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

વૈશ્વિક મૃત્યુઆંક ૮ લાખને પાર : ર.૩૧ કરોડથી વધુ સંક્રમિત

ઇટાલી મે મહિના બાદ પ્રથમવાર એક દી'માં ૧ હજાર કેસ : અમેરિકામાં ૧.૭૮ લાખના મોત

વોશિંગ્ટન :  વિશ્વમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ર.૩૦ કરોડને પાર કરી ગઇ છે. બીજી બાજુ મૃતકોની સંખ્યા પણ ૮ લાખથી વધુ થઇ ગઇ છે. મહામારીની ઝપેટમાં આવેલા ૧.પ૬ કરોડ લોકો સ્વાસ્થ પણ થયા છે. બીજીબાજુ અમેરિકા મહામારીની ઝપેટમાં આવેલા સૌથી પ્રભાવિત દેશોમાંથી પ્રથમ નંબરે આવી ચુકયો છે. કોરોનાએ દેશની અર્થવ્યવસ્થાને  ખરાબ રીતે પ્રભાવિત કરી છે. તેના લીધે દેશમાં બેરોજગારી ભથ્થા માટે અરજી કરતા લોકોની સંખ્યા ૧૦ લાખને પાર કરી ગઇ છે.

અમેરિકાના શ્રમ મંત્રાલયના જણાવ્યા મુજબ દેશભરમાં બેરોજગારી ભથ્થું લાભ મેળવતા લોકોની સંખ્યા સતત બે સપ્તાહ સુધી ઘટાડો જોવા મળ્યો પરંતુ તેની સંખ્યા પાર કરી દીધી છે. ગયા સપ્તાહે અંદાજે ૧૧ લાખ લોકોએ બેરોજગારી ભથ્થા માટે અરજી કરી છે સતત બે સપ્તાહથી ઘટાડો થયા બાદ સંખ્યા વધવાથી એ વાત ના સંકેત મળ્યા છે કે હજુ પણ અનેક કંપનીઓમાં છટણી થઇ રહી છે. નવા આંકડા જણાવે છે કે પાંચ મહિનાથી વધુ સમય વીત્યા બાદ પણ અર્થવ્યવસ્થા નબળી છે. દક્ષિણ કોરીયામાં ૩ર૪ નવા કેસ સામે આવ્યા છે. દેશમાં માર્ચની શરૂઆત બાદથી એક દિવસમાં સંક્રમણના કેસ મળવાની આ સૌથી મોટી સંખ્યા છે. વધુ પડતા નવા કેસ રાજધાની સિયોલમાં આવી રહ્યા છે.

ન્યુઝીલેન્ડમાં ૧૧ નવા કેસ સામે આવ્યા છે. ત્યારબાદ દેશના સૌથી મોટા શહેર ઓકલેન્ડમાં આવતા સપ્તાહે પ્રતિબંધોમાં છુટના નિર્ણયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

(2:38 pm IST)