Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

શ્રીકૃષ્ણ જન્મભૂમિ નિર્માણ ન્યાસનું બોગસ રજીસ્ટ્રેશન કરાવનાર સંત દેવમુરારીબાપુ સામે છેતરપીંડીનો કેસ

મથુરા,તા. ૨૨: ગોવિંદનગર પોલીસ સ્ટેશનમાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ ન્યાસ ટ્રસ્ટ દ્વારા વૃંદાવનના તથા કથિત સંત દેવમુરારી બાપુ સહિત ૧૨ લોકો સામે છેતરપીંડીનો કેસ નોંધાવાયો છે. પોલીસે કેસ નોંધીને કેસની તપાસ શરૂ કરી છે.

વૃંદાવનના એક કહેવાતા સંત દેવમુરારી બાપુએ થોડા દિવસ પહેલા શ્રીકૃષ્ણ જન્મભૂમિ નિર્માણ ન્યાસનું રજીસ્ટ્રેશન કરાવીને રચના કરી હતી. આ બાબતે શ્રીકૃષ્ણ જન્મભૂમિ ટ્રસ્ટે ગંભીરતાથી કેસ નોંધાવ્યો છે.

મથુરામાં શ્રીકૃષ્ણ જન્મસ્થાન ટ્રસ્ટની રચના ફેબ્રુઆરી ૧૯૫૧માં મદન મોહન માલવીયાની પ્રેરણાથી કરાઇ હતી. આ ટ્રસ્ટમાં પરમસંત અખંડાનંદજી મહારાજ, વિકરત સંત સ્વામી, વામદેવજી મહારાજ, અને હાલમાં અયોધ્યા રામ જન્મભૂમિ ટ્રસ્ટના અધ્યક્ષ નૃત્યગોપાલ દાસ મહારાજ છે શ્રીકૃષ્ણ જન્મસ્થાન ટ્રસ્ટના સચિવ કપિલ શર્માનુ કહેવુ છે કે વૃંદાવનના કથાવાચક દેવમુરારી બાપુ દ્વારા શ્રીકૃષ્ણ જન્મસ્થાન ટ્રસ્ટને મળતુ આવતુ શ્રીકૃષ્ણ જન્મભૂમિ નિર્માણ ન્યાસનું રજીસ્ટ્રેશન કરાવીને રચના કરી લેવાઇ છે.

(2:39 pm IST)