Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

દેશના ઉદ્યોગો સરળતાથી પોતાનો ઉદ્યોગ ફરી શરૂ કરી શકે તે માટે લેવાશે નિર્ણય

સરકાર ઉદ્યોગોને માટે લઇ શકે છે એક વધુ મહત્વનો નિર્ણય

નવી દિલ્હી, તા. રર : જીએસટી, ફેરલેસ આઇટી પછી સરકાર દેશના કારોબારને વધુ સરળ બનવવા માટે વધુ એક નિર્ણય લેવાની તૈયારીમાં છે. ઉદ્યોગ જગતમાં સિંગલ ઓનલાઇન કમ્પ્લાયન્સ ફ્રેમવર્ક વિકસિત કરવાની તૈયારી થઇ રહી છે. જેમાં ઉદ્યોગો એકસાથે જ બધી મંજૂરી આપી દેવામાં આવશે

આ નિર્ણય લેવા માટેનો ઉદેશ્ય એવો છે કે કંપનીઓને વારંવાર મંજૂરી માટે કે અન્ય કામ માટે વધુ રાહ જોવાની જરૂર નહિ રહે. કોર્પોરેટ અફેયર્સ મંત્રાલયે સિંગલ પ્લેટફોર્મ અથવા કોમન ડેટા સોર્સીઝ સાથે કમ્પ્લાયન્સ ફોર્મસ બનવવાની શકયતા છે. આ નિર્ણય લેવા અંગે અનેક વિચારણા થઇ ચુકી છે. જેમાં આરબીઆઇ, એસઇબીઆઇ, અને ડિપાર્ટમેન્ટ ઓફ પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેન્ડ પણ સામેલ છે. જીએસટી, ફેરલેસ આઇટી પછી આ પહેલ પહેલા દેશમાં ઇસ ઓફ ડુઇંગ બિઝનેસ ને ગતિમાં લાવવાની સંભાવના છે.

 દેશમાં ઉદ્યોગો બનશે વધુ સરળ

પ્રસ્તાવિક રીતે સિંગલ પ્લેટફોર્મનો ઉદ્દેશ્ય કોર્પોરેટ અફેયર્સ મિનિસ્ટ્રી અને બીજી સંસ્થાઓ માટે ડેટાબેઝ ને પરસ્પર મેળવવાનો છે જેથી કંપનીઓ ઉપર મંજૂરી માટેનો બોજ ઓછો કરી શકાય  એક જ જગ્યાએથી બધી મંજૂરી મળી શકે અને ઉદ્યોગોને ફરી બેઠા કરી શકાય.

તમામ ડેટા લઇ શકાશે

કોમન પ્લેટફોર્મથી કંપનીઓ માટે બધા જ ડેટાને એક જ જગ્યાએ ફાઈલ કરવાંના લીધે રેગ્યુલેટર્સ એક જ સ્ત્રોત થી ડેટા લઇ શકશે સિંગલ રિપોઝીટરી હોવાના લીધે બધા ત્યાંથી ડેટા  લઇ શકશે.

(3:41 pm IST)