Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

પોસ્ટમાસ્ટર કહે છે...અમે સુરક્ષિત અને સમયસર બેલેટ પહોંચાડી દેશું

અમેરિકી ચૂંટણી પ્રક્રિયા બદલાશેઃ ૬૫% પોસ્ટલ થકી વોટીંગ કરશેઃ પોસ્ટલ વિભાગ પણ સંપૂર્ણ સીજ

વોશીંગ્ટન, તા.૨૨: ઙ્ગઅમેરિકી પોસ્ટ માસ્ટર લુઇ દેજોયે સાંસદોને જણાવ્યું છે કે નવેમ્બરમાં યોજાનાર રાષ્ટ્રપતિ વખતે પોસ્ટલ વિભાગ 'સુરક્ષિત રીત અને સમયસર' બેલેટનું વિતરણ કરી દેશે જો કે તેમણે એવો સંકેત આપ્યો હતો કે એ તારીખ બાદ કામગીરીમાં નાટકીય ફેરફારો આવશે.

તેમણે ())) તરફથી સેનેટની સુનાવણીમાં સ્પષ્ટ સવાલોના જવાબો આપ્યા હતા તો બીજી તરફ રિપબ્લીકનો  એ તેમનો બચાવ કરતા કહ્યુ હતું કે પોસ્ટલ સર્વિસને બિરદાવવાની જરૂર છે.

અત્રે એ નોંધનીય છે કે તાજેતરમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે એવું નિર્વધ્ન આપ્યુ હતુ કે ચૂંટણીના પરિણામો આવવામાં અનેક સપ્તાહો કે મહિનાઓ લાગી જશે કારણ કે ચૂંટણી પ્રક્રિયા ઘણી પેચીદા છે. મેઇલન બેલેટ અને પોસ્ટલ વોટીંગને કારણે પોસ્ટ ઓફીસો અને સ્થાનિક ચૂંટણી તંત્ર પર પ્રેશર વધી જશે.

આ વખતે ત્રણ ગણા વધુ પોસ્ટલ બેલેટનો ઉપયોગ થશે. ૬ પ્રાંચ ૧૦૦ ટકા પોસ્ટલ વોટીંગની તરફેણમાં છે.

(3:42 pm IST)