Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

પંજાબ : BSFએ ઘૂસણખોરી કરી રહેલા ૫ ત્રાસવાદી ઠાર

મોટી સંખ્યામાં શસ્ત્રો જપ્ત કર્યા : સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ

તરનતારન તા. ૨૨ : બોર્ડર સિકયોરિટી ફોર્સ (બીએસએફ)ને ભારત- પાકિસ્તાન સીમા પર ૫ ઘૂસણખોરોના ઠાર કરવામાં આવ્યા છે. પંજાબના તરનતારનમાં ૫ આતંકવાદીઓ સરહદ પાર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ત્યારે બીએસએફની ૧૦૩ બટાલિયને પાંચેયને ઠાર માર્યા હતા.  સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતુ.

તેઓ આતંકી અથવા ડ્રગ તસ્કરો હોવાની આશંકા છે. ઘટનાસવારે પોણા પાંચ વાગે બની હતી. સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયુ છે. પાંચ ઘુસણખોરોના મૃતદેહ સહીત ઘટનાસ્થળેથી એક રાઇફલ અને એક બેગ મળી આવી છે. અથડામણ તરણતારણ જિલ્લાના ઢલ પોસ્ટ નજીક બની હતી. ગુપ્તચર તંત્ર દ્વારા મળેલા ઈન્પુટને આધારે BSFની ૧૦૩ બટાલિયને સર્ચ  ઓપરેશન હાથ ધર્યું હતું. બીએસએફના સિનિયર અધિકારીઓએ જણાવ્યું કે જવાન રાબેતા મુજબ પેટ્રોલીંગ કરી રહ્યા હતા. તે સમય દરમિયાન, તેમને ઢલના સરહદી ગામ નજીક પાકિસ્તાનની બાજુથી કેટલાક શંકાસ્પદ ભારતીય સરહદમાં પ્રવેશ કરતા જોવા મળ્યા હતા. ત્યાર બાદ સેનાના જવાનો એલર્ટ થઇ ગયા હતા.

અગાઉ આતંકવાદીઓએ ગુજરાત-રાજસ્થાન સરહદ પરથી ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો, જયાં ઘુસણખોરીનો પ્રયાસ કરી રહેલા ઘૂસણખોરોને બીએસએફના જવાનોએ ઠાર કરી દીધા હતા. બીએસએફના જવાનોએ જોયું કે એક વ્યકિત પાકિસ્તાનથી સરહદ પાર કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તેને રોકાવાનું કહેવામાં આવ્યું હતું પરંતુ તે બેરીકેડ્સ પાર કરી દોડવા લાગ્યો હતો.ઙ્ગત્યારબાદ બોર્ડર સિકયુરિટી ફોર્સના જવાનોએ તેમના ઉપર ફાયરિંગ કર્યું અને ઘુસણખોરને ત્યાં જ ઠાર કરી દીધો હતો. આ અગાઉ પણ બોર્ડર સિકયુરિટી ફોર્સે પાકિસ્તાન દ્વારા દિવસ દરમિયાન ઘુસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. જો કે, રાત્રિ દરમિયાન આ ક્ષેત્રમાં ઘુસણખોરી કરવાનો પ્રથમ વખત પ્રયાસ થયો હતો.

BSFએ ગુરદારપુર સેકટરમાં બીઓપી ચંદૂ વડાલાની નજીક ૮૯ બટાલિયને જવાનો અને એસટીએફ (સ્પેશિયલ ટાસ્ક ફોર્સ)એ થોડા સમય પહેલા ૫ કિલો હેરોઇન જપ્ત કર્યું હતું. પાકિસ્તાની તસ્કર પાસેથી હેરોઇન મંગાવનાર એક યુવક સુખવિંદરસિહ કાકાની ધરપકડ કરવામાં આવી હતી.

(3:47 pm IST)