Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

રાફેલ ખરીદવા સરકારી ખજાનામાંથી પૈસા ચોરાયાઃ રાહુલ ગાંધી

ફાયટર પ્લેન ખરીદી મામલે ટ્વીટ કર્યું

નવી દિલ્હી,તા.૨૨: સુપ્રિમ કોર્ટે ૫૯ હજાર કરોડમાં ખરીદવામાં આવેલ રાફેલ વિમાનની ખરીદી અંગે કોર્ટની હેઠળ તપાસ કરવાની માંગણી ૨૦૧૮માં જ ફગાવી દીધેલ. અને સાથે જ જણાવેલ કે આમાં કંઇ ખોટુ નજર નથી. આવતું.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાફેલ મુદે સરકાર ઉપર ફરી નિશાન સાધ્યું છે. રાહુલે એક ખબરના આધાર ઉપરથી જણાવેલ કે રાફેલ માટે ભારતના ખજાનામાંથી પૈસા ચોરવામાં આવ્યા છે. ટ્વીટ કરી નિશાન સાધતા રાહુલે અંતમાં ગાંધીજીનું એક વાકય, 'સાચુ એક જ છે, રસ્તા ઘણા છે' મુકયું હતું.

રાહુલે જે રિપોર્ટ શેર કર્યો છે તેમાં જણાવાયા મુજબ રક્ષા મંત્રાલયે રાફેલ ડીલ સાથે જોડાયેલ કોઇ પણ પ્રકારની માહિતી સીએજીને આપવા ઇન્કાર કર્યો છે.

(3:48 pm IST)