Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

અમેરિકાની દવા કંપનીનો દાવોઃ મલમ લગાવવાથી કોરોના વાયરસનું સંક્રમણ સમાપ્‍ત કરી શકાશે

વોશિંગ્ટન: વૈશ્વિક મહામારી કોરોના વાયરસએ આખા વિશ્વને હચમચાવી દીધું  છે. લોકો રાહ જોઇ રહ્યા છે કોરોના વાયરસને ખતમ કરનાર વેક્સીન અને દવાઓનું. આ દરમિયાન અમેરિકાની એક દવા કંપનીએ એક એવો મલમ તૈયાર કરવાનો દાવો કર્યો છે જેને લગાવવાથી કોરોના વાયરસ સંક્રમણને સમાપ્ત કરી શકાય છે.

આ મલમ પ્રોજેટ સાથે જોડાયેલા એક વૈજ્ઞાનિકે કહ્યું કે એફડીએ રજિસ્ટર્ડ 'નોન પ્રિસ્ક્રિપ્શન ઓવર ધ કાઉન્ટર (OTC) મલમને કોરોના વાયરસ સહિત અન્ય વિષાણુ સંક્રમણોથી બચાવ કરવા, ઉપચાર કરવા અને તેમને સમાપ્ત કરવાની ક્ષમત સાબિત કરી છે.

કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે 'પ્રયોગશાળા પાસેથી પ્રાપ્ત રિપોર્ટે બતાવ્યું કે ટી3એસ ઉપચાર બાદ સંક્રમણ ફેલાવનાર કોઇ વિષાણું મળી આવ્યા નથી.

એડવાન્સ્ડ પેનિટ્રેશ ટેક્નોલોજીના સંસ્થાપ્કા ડો બ્રાયન હ્યૂબરએ કહ્યું કે 'અમને આશા છે કે આ મહત્વપૂર્ણ શોધ સાબિત થશે જે નાક દ્વારા કોરોના વાયરસની અંદર જવાની આશંકાને ઓછી કરશે.'

કંપનીના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે લંડન સ્થિત અનુસંધાન પ્રયોગશાળા, વાયરોલોજી રિસર્ચ સર્વિસિઝ લિમિટેડએ કોરોના વાયરસ (Nl 63) અને ઇંફ્લુએંજા એવાયરસ પર દવાના એન્ટીવાયરલ પ્રભાવનું મૂલ્યાંકન કર્યું અને જાણવા મળ્યું કે કોરોના વાયરસ સામે લડવામાં ખૂબ કારગર સાબિત થાય છે.

(4:36 pm IST)