Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

બેંગલોર હિંસામાં નવો વળાંક : 40 આરોપીઓનું આતંકીઓ અને ઉપદ્રવીઓ સાથે કનેક્શન ખુલ્યું

2014માં બેંગલોરમાં થયેલા ચર્ચ સ્ટ્રીટ વિસ્ફોટના આરોપીઓ સાથે સંબંધ

બેંગ્લોર : બેંગલોરમાં ગત 11 ઓગષ્ટના રોજ હિંસા ભડકી હતી. જેમાં ત્રણ લોકોના મોત થયા હતા ઉપરાંત 60 પોલીસકર્મીઓ ઘાયલ પણ થયા હતા. આ ઘટનાની તપાસમાં અત્યાર સુધીમાં 380 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે આ હિંસાની તપાસમાં હવે નવો વળાંક આવ્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે જે લોકોએ આ ઘટનાને અંજામ આપ્યો છે, તેઓ આતંકીઓ અને ઉપદ્રવીઓ સાથે કનેક્શન ધરાવે છે. આતંકીઓ અને સાંપ્રદાયિક હૂમલો કરનારા લોકો સાથે નજીકનો સંપર્ક ધરાવે છે. તપાસ ટીમે એવા લોકોની પણ ઓળખ કરી છે જેમાના 2014માં બેંગલોરમાં થયેલા ચર્ચ સ્ટ્રીટ વિસ્ફોટના આરોપીઓ સાથે સંબંધ છે.

તપાસ કરનાર ટીમને એવા સબૂત પણ મળ્યા છે જે એવા નેટવર્ક તરફ ઇશારો કરે છે જેમનું કામ જ આવી કોમી હિંસા કરાવવાનું છે. આવા સંગઠનો છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા મજબૂત થયા છે. જે 380 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તેમાંથી અનેક લોકોના સંબંધ સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી અને અલ હિંદ આતંકી સમુહ જેવા સંગઠનો સાથે છે. પોલીસના જણાવ્યા પ્રમાણે પકડાયેલા આરોપીઓમાંથી 40 જેટલા લોકોના સંબંધ ચર્ચ સ્ટ્રીટ બ્લાસ્ટ, મલ્લેશ્વરમ વિસ્ફોટ અને અન્ય સાપ્રદાયિક હિંસાના આરોપીઓ સાથે છે.

બુધવારે પોલિસે સમીઉદ્દીન નામના ઓરોપીની ધરપકડ કરી છે, જે પોતાને સામાજિક કાર્યકર ગણાવે છે. તેની પૂછપરછ દરમિયાન સામે આવ્યું છે કે તે ઓક્ટોબર 2016માં આરએસએસ કાર્યકર્તાની હત્યાના મુખ્ય આરોપીના સંપર્કમાં હતો અને એકવખત તેને મળવા માટે જેલમાં પણ ગયો હતો. પોલિસ 380માંથી 27 લોકોના ફોન રેકોર્ડની તપાસ કરી રહી છે, જેમણે હિંસા ભડકાવવામાં મુખ્ય ભૂમિકા નિભાવી છે

(6:05 pm IST)