Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

નોન ઇમિગ્રેશન વિઝા ફી વધારા સામે યુ.એસ.કોર્ટમાં દાવો દાખલ : 2 ઓક્ટોબર 2020 થી એચ-1બી વિઝા ફી 21 ટકા તથા ઇન્ટ્રા કંપની ટ્રાન્સફર એલ વિઝા ફી 75 ટકા વધી જશે : લો ફર્મ સિડલી ઓસ્ટીન અને અમેરિકન ઇમિગ્રેશન લોયર્સ એશોશિએશને કોર્ટના દ્વાર ખખડાવ્યા

પુણે :યુ.એસ.માં  2 ઓક્ટોબર 2020 થી એચ-1બી વિઝા ફી 21 ટકા વધી 555 ડોલર થઇ જશે તથા  ઇન્ટ્રા કંપની ટ્રાન્સફર એલ વિઝા ફી 75 ટકા વધી 850 ડોલર થઇ જશે .આ ફી વધારાને કારણે ભારતીય કંપનીઓ કે જેમાં 50 ટકા કરતા વધુ કર્મચારીઓ એચ-1બી વિઝાધારકો છે તેમના વિઝાની મુદતમાં વધારો કરવાથી  કંપની ઉપર 4 થી 5 હજાર ડોલરનો બોજો વધી જશે. NASSCOM સહિતના  ઇન્ડસ્ટ્રીઅલ એશોશિએશને આ ફી વધારાને ગેરકાયદે ગણાવ્યો છે.
આથી લો ફર્મ સિડલી ઓસ્ટીન અને અમેરિકન ઇમિગ્રેશન લોયર્સ એશોશિએશને કોર્ટના દ્વાર ખખડાવ્યા છે.અને ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી ( DHS )તથા યુ.એસ.સિટિઝનશીપ  એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ ( USCIS ) વિરુદ્ધ દાવો દાખલ કર્યો છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:25 pm IST)