Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

હવે બ્રેસ્ટ કેન્સરની સારવાર માટે લાંબો સમય સુધી પીલાવાની જરૂર નહીં પડે : એક જ રેડિયોથેરાપી શોટથી પરિણામ મળી જશે : યુ.કે.સ્થિત ભારતીય મૂળના કેન્સર એક્સપર્ટ ડો.જયંત વૈદ્યની ટીમને મળેલી સફળતા

લંડન : બ્રેસ્ટ કેન્સરની સારવાર માટે લાંબા સમય સુધી સીટિંગ અને સારવારની પળોજણમાંથી હવે મુક્તિ મળી જશે .હવે એક જ રેડિયોથેરાપી શોટથી પરિણામ મળી જશે .યુ.કે.સ્થિત ભારતીય મૂળના કેન્સર એક્સપર્ટ ડો.જયંત વૈદ્યની ટીમે કરેલા પ્રયોગોને આ અંગે સફળતા મળી હોવાનું જાણવા મળે છે.
ડો.વૈદ્યની ટીમે આ રેડિયોથેરાપી અંગે જણાવ્યા મુજબ આ સારવાર લેનાર દર્દીઓને ઝડપી પરિણામ મળ્યું હોવાનું જણાવ્યું છે.
           ઉલ્લેખનીય છે કે ડો.જયંત વૈદ્ય  યુનિવર્સીટી કોલેજ લંડનમાં સર્જરી એન્ડ એન્કોલોજી વિભાગના પ્રોફેસર છે.તેમના જણાવ્યા મુજબ આ સારવાર અંતર્ગત એક નાની સાઈઝનું ડિવાઇસ દર્દીની છાતીમાં મુકવામાં આવે છે જે કેન્સરની ગાંઠનો તુરત જ  ખાત્મો બોલાવી દે છે.

 

(7:53 pm IST)