Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

રાજકોટમાં કોરોનાએ માઝા મૂકી : સાંજે વધુ 30 રિપોર્ટ પોઝિટિવ સાથે આજે કુલ 64 કેસ નોંધાયા : આજે 38 દર્દીઓ સાજા થયા

રાજકોટ: શહેરનાં વિવિધ વિસ્તારમાં આજે સાંજે વધુ 30 અને બપોર સુધીમાં 34 સહિત આજે કુલ 64 કેસ નોંધાયા છે.

આ આંગે મ્યુનિ.કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરે ૧૨:૦૦ વાગ્યા થી સાંજના ૦૫:૦૦ વાગ્યા સુધીમાં વધુ 30 પોઝીટીવ કેસ નોંધાતા કુલ કેસનો આંક  2564એ પહોંચ્યો છે. હાલ 1067દર્દીઓ  સારવાર હેઠળ છે. આજે 38 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

(8:33 pm IST)