Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

રાજ્યસભા સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ પ્રદ્યુમનસિંહ તોમરને ચપ્પલ પહેરાવ્યા : ચંબલમાં યોજાનારી વિધાનસભાની 16 બેઠકોની પેટા ચૂંટણી સંદર્ભે મળેલી સભામાં પ્રદ્યુમ્નસિંહની ઉઘાડા પગે ફરવાની માનતા પુરી કરાવી

ગ્વાલિયર : જ્યાંસુધી ચંબલના પ્રશ્નો હલ નહીં થાય ત્યાં સુધી હું ઉઘાડા પગે ફરીશ તેવી માનતા મધ્ય પ્રદેશના મિનિસ્ટર પ્રદ્યુમનસિંહ તોમરે લીધી હતી.હવે જયારે આ વિસ્તારના પ્રશ્નો હલ કરવા માટે પેટા ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે ચૂંટણી પ્રચાર માટે મળેલી સભામાં રાજ્યસભા સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ પ્રદ્યુમનસિંહ તોમરને ચપ્પલ પહેરાવી સહુને આશ્ચર્ય ચકિત કરી દીધા હતા.
ઉલ્લેખનીય છે કે મિનિસ્ટર તોમર અવારનવાર જુદા જુદા ગતકડાં કરવા માટે સુવિખ્યાત છે.તેઓ હાથમાં પાવડો લઇ ક્યારેક ગટર પણ સાફ કરવા લાગી જાય છે.અને મિનિસ્ટર હોવા છતાં સામાન્ય માણસ જેવું જીવન જીવી બતાવે છે.તેમની પોતાના વિસ્તારની લાગણીને ધ્યાને લઇ લીધેલી માનતા ખુદ રાજ્યસભાના સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ મંચ ઉપર બધાની વચ્ચે ચપ્પલ પહેરાવી પુરી કરી હતી.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:37 pm IST)