Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

કાયદો બધા માટે સમાન: બગીચામાં માસ્ક પહેર્યા વિના વાતો કરતા છ પોલીસ કર્મચારી સસ્પેન્ડ

કર્ણાટકના બેંગાલુરુ ખાતે માસ્ક પહેર્યા વીના અને સોશિયલ ડીસ્ટન્સનું પાલન નહીં કરવા માટે છ પોલીસમેનોને ભારે પડી ગયું છે. એક આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર, એક મહિલા કોન્સ્ટેબલ સહિત છ પોલીસ કર્મચારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ બધા જલાહાલ્લી  પોલીસ સ્ટેશનમાં કાર્યરત હતા. એક પોલીસ અધિકારીએ તેમને પોતપોતાના જંકશન ઉપર ડ્યુટી કરવાને બદલે બગીચામાં વાતો કરતા જોયા હતા. ઉપરાંત આ તમામે માસ્ક પહેર્યા નહોતા અને સોશિયલ distance પણ જાળવ્યુ ન હતું.
 

(9:12 pm IST)