Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

સોના ચાંદીમાં તેજી બાદ ૮ હજાર સુધીનું ગાબડું : હજુ ભાવ ઘટે તેવો નિષ્ણાંતોનો મત

નવી દિલ્હીઃ અમેરિકી સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વ  એ અર્થવ્યવસ્થાની રિકવરીને લઇને સારી આશા જગાવી છે. આ કારણોસર અમેરિકી ડૉલરમાં મોટા ઘટાડા બાદ હવે સુધાર આવી રહ્યો છે. આ જ સંકેતોની અસર બુલિયન માર્કેટ એટલે કે સોના અને ચાંદીની કિંમતો પર જોવા મળી રહી છે. એટલાં માટે 7 ઓગસ્ટના રોજ રેકોર્ડ સ્તર પહોંચ્યા બાદ સોનાના ભાવમાં ઘટાડો શરૂ છે. આ દરમ્યાન ઘરેલુ બજારમાં સોનાના ભાવ પોતાનાં ઉચ્ચતમ સ્તરથી 4200 રૂપિયા અને ચાંદી 8860 રૂપિયા સસ્તી થઇ ચૂકી છે.

એક્સપર્ટનું કહેવું છે કે છેલ્લાં બે સત્રમાં સોનાના ભાવમાં ભારે ઘટાડાનું કારણ અમેરિકાના સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વની વિગતો હતી. ફેડરલની આ વિગતોને આધારે સંકેત મળ્યાં છે કે 18 સપ્ટેમ્બરના રોજ યોજાનારી કેન્દ્રીય બેંકની બેઠકમાં વ્યાજદરોમાં નરમ વલણ જોવા મળી શકે છે.”

આપને જણાવી દઇએ કે શુક્રવારના રોજ દિલ્હી સર્રાફા બજારમાં 99.9 ટકા શુદ્ધતાવાળા સોનાનો ભાવ 53,084 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી ઘટીને 52,990 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયો. જ્યારે મુંબઈમાં 99.9 ટકા શુદ્ધતાવાળા સોનાનો ભાવ (Gold Silver Price) ઘટીને 52,390 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયો.

એસકોર્ટ સિક્યોરિટીનાં રિસર્ચ હેડ આસિફ ઇકબાલનું કહેવું છે કે, “આવનારા દિવસોમાં સોનાની કિંમતમાં ઘટાડો થઈ શકે છે. તેમનું કહેવું એમ છે કે અમેરિકન ડૉલરમાં જે રીતે મજબૂતીની અસર સોના પર જોવા મળશે. આ સાથે જ દુનિયાભરમાં ફરીથી રોકાણકારો શેર બજાર તરફ વળ્યાં છે.”

ઓગસ્ટના પ્રથમ વ્યાપારિક સપ્તાહમાં સોનું પ્રતિ 10 ગ્રામે 2302 રૂપિયા અને ચાંદી 10243 રૂપિયા મોંઘુ થયું. આની પાછળનું કારણ કોરોનાના વધતા કેસો અને શેર બજારમાં અનિશ્ચિતતાનો માહોલ હતો. 3જી ઓગસ્ટનાં રોજ સોનું 53,976 રૂપિયે પ્રતિ 10 ગ્રામે એક નવા રેકોર્ડ સાથે બંધ થયું અને આ જ સપ્તાહના અંતિમ વેપારી દિવસ એટલે કે શુક્રવારના રોજ સાતમી ઓગસ્ટનાં રોજ સર્વોચ્ચ શિખરે જઇ પહોંચ્યો.

સોનાનો અત્યારનો ભાવ હાલમાં 56,126 રૂપિયા પ્રતિ 10 ગ્રામે બંધ થયો. જ્યાં સુધી ચાંદીની વાત છે તો આનો હાજર ભાવ આ દરમ્યાન 64,770 રૂપિયાથી 75,013 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયો. ઓગસ્ટના બીજા વેપારી સપ્તાહ (10થી 14 ઓગસ્ટની વચ્ચે) માં સોનાના ભાવમાં ઘટાડો શરૂ થયો.

એસકોર્ટ સિક્યોરિટીના રિસર્ચ હેડ આસિફ ઇકબાલે વધુમાં જણાવ્યું કે, “કોરોનાના વધતા કેસોની વચ્ચે રશિયાની વેક્સીન લોન્ચ થયાના સમાચારોએ સોનામાં નફાના લાભને વધાર્યો. 10 ઓગસ્ટના રોજ સોનાના બુલિયન માર્કેટમાં 55,515 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતું કે જે 17 ઓગસ્ટ સુધી આવતા-આવતા 2641 રૂપિયા ઘટીને 52874 રૂપિયા રહી ગયો. જ્યારે ચાંદી 5840 રૂપિયાનો ઝટકો સહીને 67768 રૂપિયા પ્રતિ કિ.ગ્રા પર આવી ગઇ. વર્તમાન સપ્તાહમાં પણ સોનું 2000થી પણ વધારે સસ્તુ થઇ ચૂક્યું છે.

(9:18 pm IST)