Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

સિસ્ટમ વિરૂધ્ધ વિવાદસ્પદ સ્ટેટમેન્ટ આપનાર સોશ્યલ મીડીયામાં ફેમસ વિકાસ પાઠક ઉર્ફે હિન્દુસ્તાની ભાઉ ને બોલવુ ભારે પડયુ : ઇન્સ્ટા અને ફેસબુક એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવાયા

નવી દિલ્હી : સિસ્ટમ વિરૂધ્ધ વિવાદાસ્પદ સ્ટેટમેન્ટ આપનારા સોશ્યલ મીડીયામાં ફેમસ વિકાસ પાઠક ઉર્ફે હિન્દુસ્તાનની ભાઉને બોલવું ભારે પડયું. ઇન્સ્ટા અને કેસબુક એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવાયા છે.

ધાર્મિક લાગણીને દુભાવી તો તે તેની રીતે નિર્ણય લેશે. આ દરમ્યાન તેમણે કહ્યું કે સિસ્ટમ જાય સાઈડમાં. ભારતીય સંવિધાન માટે આવી નેગેટિવ વાત કરનારા ભાઉ વિરુદ્ધ ઘણા લોકોએ કડક ડગલું ભરવાની માગ કરી હતી ત્યારબાદ તેના ઇન્સ્ટા અને ફેસબુક અકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

આ વીડિયો બાદ સાઇબર સેલ દ્વારા ભાઉનું અકાઉન્ટ શુક્રવારે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે અને તેનું ફેસબુક પેજ પણ હાલ થોડાક સમય માટે બંધ કરી દેવામાં આવ્યો છે.

ઘણા સેલેબ્સે ભાઉ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો

ભાઉનો કમ્યુનલ હિંસાવાળો વીડિયો સામે આવ્યા બાદ એક્ટ્રેસ કવિતા કૌશિક, કોમેડિયન કુણાલ કામરા, એક્ટ્રેસ કુબ્રા સૈત અને ફરાહ અલી ખાને મુંબઈ પોલીસને ટેગ કરી આને ફટકાર લગાવી હતી. સેક્રેડ ગેમ્સ એક્ટ્રેસ કુબ્રાએ લખ્યું, આ પ્રકારના લોકો સોશિયલ મીડિયા પર હજુ કેમ છે. આવું કરનારા વિરુદ્ધ કોઈ લીગલ એક્શન કેમ નથી લેવામાં આવી રહ્યા. કંઈપણ બોલનારાઓને આ પાવર કોણે આપ્યો. તેમની વિરુદ્ધ કોઈ એક્શન નથી લેવામાં આવ્યા.

કુબ્રા સિવાય કુણાલ કામરાએ મહારાષ્ટ્ર ગૃહમંત્રી અનિલ દેશમુખ અને મુંબઈ પોલીસને ટેગ કરી ફરિયાદ કરી હતી. જાહેરમાં હિંસા કરવાની વાત કરવી ક્રાઇમ છે. તેણે યોગ્ય એક્શન લેવા માટે કહ્યું હતું.

આ પહેલાં ભાઉએ સંજય દત્તને કેન્સર હોવાની વાતને સડક 2 માટે પબ્લિસિટી સ્ટંટ ગણાવ્યો હતો. ત્યારપછી પણ સંજુના ફેન્સે ઘણો રોષ વ્યક્ત કર્યો હતો.

(9:55 pm IST)