Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીની તબીયતમાં ફરક દેખાતો નથી : ૮૪ વર્ષના પ્રણવ મુખરજીની મગજની સર્જરી કરાઇ : કોરોનાના લક્ષણો જણાયા હતા : ૧ર દિવસ હોસ્પિટલમાં થયા હજુ પણ વેન્ટીલેટર ઉપર

નવી દિલ્હી પૂર્વ રાષ્ટ્રપતિ પ્રથવ મુખરજીની તબીયતમાં કોઇ ફરક દેખાતો નથી. ૮૪ વર્ષના પ્રથવ મુખરજીની મગજની સર્જરી કરાઇ હતી. તેમજ કોરોનાના લક્ષણો જણાયા હતા. ૧ર દિવસ હોસ્પિટલમાં યા છે. અને હજુપણ તેઓને વેન્ટીલેટર ઉપર રખાયા છે.

“પ્રણવ મુખરજીના ફેફસમાં કેન્સર પણ થયું છે, જેની સારવાર ચાલી રહી છે. તેમની સ્થિતિમાં આજે સવાર સુધી પણ કોઇ સુધારો દેખાયો નહતો. તેઓ ગાઢ કોમામાં છે. તેમની શ્વસન નળીમાં ચેપની પણ સારવાર થઇ રહી છે. તેઓ હજુ પણ વેન્ટિલેટર પર જ છે.”

શર્મિષ્ઠા મુખરજીએ યાદ કર્યા પ્રણવ મુખરજી 2012થી 2017 સુધી દેશના રાષ્ટ્રપતિ હતા. 15 ઓગસ્ટે તેમની પુત્રી અને કોંગ્રેસના નેતા શર્મિષ્ઠા મુખરજીએ પાછલા વર્ષોમાં તેમના દ્વારા કરાયેલા ધ્વજારોહણની તસવીરો ટ્વીટ કરી હતી. શર્મિષ્ઠાએ લખ્યું હતું કે,
“મારા બાળપણના દિવસોમાં પિતા અને મારા કાકા ગામના અમારા પૈતૃક નિવાસે ધ્વજારોહણ કરતા હતા. સ્વતંત્રતા દિવસે ધ્વજ વંદન કરવાનું તેઓ ક્યારેય ભૂલ્યા નહતા. છેલ્લા કેટલાક વર્ષોના સમારંભોની કેટલીક યાદો શેર કરી રહું છું. મને આશા છે કે આગામી વર્ષે તેઓ ચોક્કસ આવું કરશે.

(10:07 pm IST)