Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

" વક્ર્તુંડ.... મહાકાય ...." : અમેરિકાના ન્યુયોર્કમાં સતત ત્રીજા વર્ષે ઉજવાશે ભવ્યાતિભવ્ય ગણેશ મહોત્સવ : ZOOM માધ્યમ દ્વારા 26 ઓગસ્ટથી 30 ઓગસ્ટ સુધી થનારી પાંચ દિવસીય ઉજવણીમાં મનોરંજન કાર્યક્રમોની હારમાળા : 26 ઓગસ્ટ બુધવારે દીપ પ્રાગટ્ય : 30 ઓગસ્ટ રવિવારે ગણેશ વિસર્જન અને આભાર દર્શન

ન્યુયોર્ક : અમેરિકાના ન્યુયોર્કમાં સતત ત્રીજા વર્ષે ભવ્યાતિભવ્ય  ગણેશ મહોત્સવ ઉજવવાનું આયોજન કરાયું છે. ZOOM માધ્યમ દ્વારા 26 ઓગસ્ટથી 30 ઓગસ્ટ સુધી થનારી પાંચ દિવસીય વર્ચ્યુઅલ  ઉજવણીમાં મનોરંજન કાર્યક્રમોની હારમાળા ભક્તોને ભાવવિભોર કરી દેશે.
ઉજવણી અંતર્ગત 26 ઓગસ્ટના રોજ સાંજે 5 વાગ્યાથી 6 વાગ્યા દરમિયાન દીપ પ્રાગટ્ય કરાશે .બાદમાં સાંજે 7 વાગ્યાથી રાત્રીના 9 વાગ્યા દરમિયાન લોસ એંજલસના ગાયિકા સુશ્રી પ્રિયા શાહ તથા રાત્રીના 9-વાગ્યાથી 11-વાગ્યા દરમિયાન  સુવિખ્યાત સિંગર અનુરાધા પોન્ડવાલના પુત્રી સુશ્રી કવિતા પોન્ડવાલના ગીતો દર્શકોને મંત્રમુગ્ધ કરશે.
27 ઓગસ્ટ ગુરુવારે રાત્રીના 9 થી 11 વાગ્યા સુધી ભારતની સુવિખ્યાત ઓર્કેસ્ટ્રા સુર સંગમના કલાકારો સુરભી અને સચિન ધૂમ બોલાવશે.
28 ઓગસ્ટ શુક્રવારના રોજ સાંજે 7-30 થી રાત્રીના 9 વાગ્યા દરમિયાન હાસ્ય કલાકાર નૌશાદ કોટડીયા દર્શકોને પેટ પકડીને હસાવશે .તથા રાત્રીના 9-30 થી 11-30 દરમિયાન ફનકાર ઓર્કેસ્ટ્રાની બાબરા એન્ડ પાર્ટીનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે.
29 ઓગસ્ટ શનિવારના રોજ સવારે 10 વાગ્યાથી 12 વાગ્યા સુધી  સારેગમપ 2019 વિનર સુગંધા દાતે અને સારેગમપ 2017 ફાઈનલીસ્ટ જયેશકુમાર દર્શકોને ડોલાવશે .તથા બપોરે 12 થી 1-30 વાગ્યા દરમિયાન સારેગમપ 2017 ફાઈનલીસ્ટ રૂપાલી જગ્ગા ગીતોની રમઝટ બોલાવશે .બાદમાં બપોરે 1-30 થી 3-30 વાગ્યા દરમિયાન સાઈરામ દવેનું હાસ્યનું હેલમેટ દર્શકોને હાસ્યના હોજમાં ધુબાકા મરાવશે .
30 ઓગસ્ટ રવિવારે સવારે 10-થી 12- વાગ્યા દરમિયાન ગઝલ સમ્રાટ અનુપ જલોટાને માણવાની તક મળશે .બાદમાં 12-વાગ્યાથી 1-વાગ્યા સુધી રાજકારણીઓની મિમિક્રી કરતા શ્યામ રંગીલા રંગત જમાવશે.બાદમાં 1- થી 3-વાગ્યા દરમિયાન સંજય ઓઝા તથા ડો.પાર્થ ઓઝાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
પાંચ દિવસીય ઉત્સવ માણવા માટે ઝૂમ આઈડી 347-139-2887 ના માધ્યમથી પાસવર્ડ 107797 દ્વારા માણી શકાશે.

(10:36 pm IST)