Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

અમેરિકામાં જીવ ગુમાવનાર લોકોની સંખ્યા પોણા બે લાખ: કેલિફોર્નિયામાં કોરોનાના 6,55,374 કેસ: કોરોનાના દર્દીઓની સંખ્યા 56 લાખ

વોશિંગટન: અમેરિકાની જોન હોપકિંગ યુનિવર્સિટીના સેન્ટર ફોર સિસ્ટમ્સ સાઇન્સ એન્ડ એન્જિનયરીંગના જણાવ્યા પ્રમાણે અમેરિકામાં કોરોના દર્દીઓની સંખ્યા 56 લાખને પાર પહોંચી છે. જ્યારે કોરોનાને કારણે જીવ ગુમાવનાર લોકોની સંખ્યા પોણા બે લાખ પર પહોંચી છે. અમેરિકામાં કેલિફોર્નિયા રાજ્ય કોરોનાના કારણે સૌથી વધારે પ્રભાવિત છે, જ્યાં કોરોનાના 6,55,374 કેસ છે, ફ્લોરિડામાં 5,93,286 કેસ, ટેક્સાસમાં 5,80,448 કેસ અને ન્યુયોર્કમાં 4,28,512 કોરોના કેસ નોંધાયા છે. આ સિવાય એરિજોના, ન્યુજર્સી, જ્યોર્જિયા, ઇલિનોઇસમાં કોરોનાના 1 લાખ 80 હજાર કરતા વધારે કોરોનાના દર્દીઓ થયા છે. ઉપારંત એવું અનુમાન પણ લગાવવામાં આવ્યું છે કે 12 સપ્ટેમ્બર સુધીમાં કોરોનાના કારણે અમેરિકામાં 2 લાખ 5 હજાર લોકોના મોત થશે.

તો આ બાજુ બ્રાઝીલમાં છેલ્લા 24 કલાકની અંદર 1054 લોકોના મોત થયા છે. જેની સાથે જ બ્રાઝીલમાં કોરોનાના કારણે મરનાર લોકોની સંખ્યા 1,13,358 થઇ છે. બ્રાઝીલમાં અત્યાર સુધીમાં 35 લાખ કરતા પણ વધારે લોકોને કોરોનાએ ઝપેટમાં લીધા છે. મેક્સિકોમાં છેલ્લા 24 કલાકની અંદર 504 લોકોના મોત થયા છે. તો રશિયાની વાત કરીએ તો આજે કોરોનાના 4921 નવા કેસ સામે આવ્યા છે અને કોરોનાના કારણે 121 લોકોના મોત થયા છે.

ફિલિપાઇન્સમાં અત્યાર સુધીમાં 2966 લોકોના કોરોનાના કારણે મોત થયા છે, છેલ્લા 24 કલાકની અંદર 499 કોરોના કેસ સામે આવ્યા છે. ઇઝરાયેલમાં કોરોના દર્દીઓની સંખ્યા એક લાખ પર પહોંચી છે. પાકિસ્તાનમાં કોરોના વાયરસના 586 કેસ સામે આવ્યા છે, ત્યારબાદ કુલ કેસ 2,92,174 થયા છે.

(10:49 pm IST)