Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમનો લક્ઝુરિયસ બંગલો કરાચીના નૂરાબાદના ડુંગરાળ વિસ્તારમાં છે: તેની પાસે ભારત સિવાય પાકિસ્તાન અને સાઉદી અરેબિયાના 14 પાસપોર્ટ: એફએટીએફના ગ્રે લિસ્ટથી બચવા દાઉદ ઇબ્રાહિમ પોતાના દેશમાં હોવાનો સ્વીકાર કર્યો છે.

નવી દિલ્હી, આતંકવાદી સંગઠનો અને આતંકવાદીઓની જાહેર કરેલ યાદીમાં પાકિસ્તાને 1993 ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટ પછી ભારત માટે મોસ્ટ વોન્ટેડ આતંકવાદી દાઉદ ઇબ્રાહમ વિશે વિસ્તૃત માહિતી આપી છે. ઘણા દાયકાઓથી પાકિસ્તાનમાં રહેતા દાઉદને ત્યાં ડઝનેક નામોથી ઓળખવામાં આવે છે. દાઉદને ભારત સિવાય પાકિસ્તાન અને સાઉદી અરેબિયાના કુલ 14 પાસપોર્ટ જારી કરાયા હતા, જેમાં પાકિસ્તાનના પાંચનો સમાવેશ થાય છે. તેની પાસે  ભારત સિવાય તેના પાકિસ્તાની પાસપોર્ટ નંબરો અને કરાચીના  તેના સરનામાં પણ જાહેર કરાયા છે.


સૂચિ મુજબ, દાઉદ પાસે પાકિસ્તાનને આપેલા  પાંચ પાસપોર્ટ  છે. દાઉદનો પાસપોર્ટ સી-8665,જુલાઈ 1996 માં કરાચીથી જારી કરાયો હતો, પાસપોર્ટ એચ,
રાવલપિંડીથી જુલાઈ 2001 માં જારી કરાયો હતો.પાકિસ્તાનનો દાવો છે કે દાઉદે ઇબ્રાહિમે 12 ઓગસ્ટ, 1991 ના રોજ રાવલપિંડીથી ઇસ્યુ કરેલા પાસપોર્ટ અને ઓગસ્ટમાં દુબઇથી જારી કરાયેલા પાસપોર્ટનો ઉપયોગ કર્યો નથી. પાકિસ્તાને કરાચીના ક્લિફ્ટન ખાતે ઇબ્રાહિમ રહેતો હોવાની ભારતની દલીલ સ્વીકારી છે. સૂચિમાં તેમનો ઉલ્લેખ કરાચીમાં  વ્હાઇટ હાઉસ, સાઉદી મસ્જિદ, ક્લિફ્ટન પાસે છે. કરાચીના નૂરાબાદના ડુંગરાળ વિસ્તારમાં તેનો લક્ઝુરિયસ બંગલો છે.


પાક સરકારના કહેવા મુજબ, દાઉદને ભારત સિવાય પાકિસ્તાન અને સાઉદી અરેબિયાથી કુલ 14 પાસપોર્ટ જારી કરાયા હતા.તેમનો પહેલો પાસપોર્ટ ભારત તરફથી 30 જુલાઈ 1975 ના રોજ જારી કરવામાં આવ્યો હતો. જુલાઈ 2001માં રાવલપિંડીમાં પાસપોર્ટ જારી કરવામાં આવ્યો હતો.જોકે, રાવલપિંડીથી જારી કરાયેલા બીજા પાસપોર્ટની તારીખોનો ઉલ્લેખ નથી.પાકિસ્તાની સૂચિમાં પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે દાઉદ ઇબ્રાહિમને સરકાર તરફથી કોઈ રાષ્ટ્રીય ઓળખ નંબર જારી કરવામાં આવ્યો નથી.ભારતીય એજન્સીના અધિકારીઓએ કહ્યું કે પાકિસ્તાને ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ) ની ગ્રે લિસ્ટથી બચવા દાઉદ ઇબ્રાહિમ પોતાના દેશમાં હોવાનો સ્વીકાર કર્યો છે.

(11:02 pm IST)