Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

મિસ્ત્રી પરિવાર સાથેનો વિવાદ ઉકેલવા ટાટા ગ્રુપની ઓફર

૧૮ ટકા હિસ્સો ખરીદવા માટે ટાટા તૈયાર છે : ટાટા જૂથ-મિસ્ત્રી પરિવાર વચ્ચે એક વર્ષથી કાનૂની વિવાદ ચાલી રહ્યો છે. ટાટા જૂથે વિવાદ ખતમ કરવા પહેલ કરી

નવી દિલ્હી, તા. ૨૨ : દેશના સૌથી મોટા ઔદ્યોગિક સંગઠન ટાટા જૂથ અને તેના સૌથી મોટા માઈનોરિટી સ્ટોકહોલ્ડર મિસ્ત્રી પરિવાર વચ્ચે છેલ્લા એક વર્ષથી કાનૂની વિવાદ ચાલી રહ્યો છે. ટાટા જૂથે વિવાદ ખતમ કરવા પહેલ કરી છે. તેમનું કહેવું છે કે તે મિસ્ત્રી પરિવારનો હિસ્સો ખરીદવા તૈયાર છે.

ટાટા સન્સના વકીલે મંગળવારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે તેઓ રોકડના સંકટ સામે લડી રહેલી શાપુરજી પલૌનજી જૂથમાં ૧૮ ટકા હિસ્સો ખરીદવા માટે તૈયાર છે. શાપુરજી પલૌનજી જૂથ તેના દેવાની ચુકવણી કરવા માટે નાણાં એકત્ર કરવા માંગે છે. પરંતુ હિસ્સો વેચવાને બદલે શેરો ગિરવે મૂકીને ઉધાર માંગે છે. ટાટા જૂથને લાગે છે કે આમ કરવામાં જોખમ છે. એવા રોકાણકારોના હાથમાં શેર આવી શકે છે જે પાછળથી કંપનીના હિતની વિરુદ્ધ કામ કરી શકે છે. સુપ્રીમ કોર્ટે મિસ્ત્રી ગ્રુપને કહ્યું છે કે તે તાતા જૂથને ૨૮ ઓક્ટોબર સુધી કોઈ શેર વેચશે નહીં અથવા ગીરવે મૂકશે. કેસની આગામી સુનાવણી ૨૮ ઓક્ટોબરથી રૂ થશે. શાપુરજી પલૌનજી ગ્રુપનું નિયંત્રણ પલૌનજી મિસ્ત્રી અને તેમના પરિવાર દ્વારા કરવામાં આવે છે. ટાટા જૂથની હોલ્ડિંગ કંપની ટાટા સન્સમાં જૂથનો ૧૮ ટકા હિસ્સો છે. મિસ્ત્રીના પુત્ર સાયરસ મિસ્ત્રીને ૨૦૧૬ માં ટાટા સન્સના અધ્યક્ષ પદેથી હટાવવામાં આવ્યા હતા. ત્યારબાદથી તે ટાટા પરિવાર સાથે સંબંધ ખાટા થયા છે. મિસ્ત્રી કુટુંબનું રીઅલ એસ્ટેટ, માળખાગત સુવિધાઓ અને ઘરેલુ ઉપકરણોનો વ્યવસાય ધરાવે છે. જૂથે તાતા સન્સમાં પોતાનું કેટલાક હિસ્સો ગિરવે મૂકીને અબજ ડોલર એકત્ર કરવાની યોજના બનાવી હતી. એસપી ગ્રુપની મુખ્ય હોલ્ડિંગ કંપની શાપુરજી પલૌનજી એન્ડ કું પ્રા.લિ.નું ફેબ્રુઆરીના અંતમાં રૂ. ૯૨૮૦૮૦૦ કરોડ (. અબજ ડોલર)નું દેવું હતું. માર્ચ ૨૦૧૯ સુધીમાં સમૂહનું ૩૦,૦૦૦ કરોડ રૂપિયાથી વધુનું દેવું હતું.

(7:45 pm IST)