Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

કોંગ્રેસનું મિશન ગુજરાત? : રાહુલ ગાંધી પંજાબ બાદ હવે મિશન ગુજરાતમાં જોડાય તેવી શક્યતા

ગુજરાત કોંગ્રેસે સંયોજકોની બેઠકમાં હાજરી આપવા સમય માગ્યો

નવી દિલ્હી :  આગામી વર્ષ 2022માં દેશનાં અનેક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી થવા જઈ રહી છે એવામાં ભાજપ અને કોંગ્રેસ બંને એક્શન મોડમાં આવી ગઈ છે. ગુજરાતમાં ભાજપે તો પંજાબમાં કોંગ્રેસે મુખ્યમંત્રીને ચૂંટણી પહેલા બદલી નાંખ્યા છે ત્યારે હવે રાહુલ ગાંધી પંજાબ બાદ મિશન ગુજરાતમાં જોડાય તેવી શક્યતા છે.

  ગુજરાતમાં આગામી વર્ષ વિધાનસભાની ચૂંટણી છે જ્યાં બીજી તરફ હજુ કોંગ્રેસમાં સંગઠન મજબૂત કરવાનો પડકાર છે. કોંગ્રેસમાં થોડા દિવસ પહેલા સુધી પ્રદેશ અધ્યક્ષ અને વિધાનસભામાં વિપક્ષનાં નેતા નવા આવશે તેવી ચર્ચા હતી. જોકે હજુ સુધી તેના પર કોઈ નિર્ણય લેવાયો નથી, આ સિવાય કોંગ્રેસનાં દિગ્ગજ નેતા રાજીવ સાતવનાં નિધન બાદ પ્રભારી પદ પર પણ કોઈની હજુ સુધી વરણી કરવામાં આવી નથી ત્યારે કોંગ્રેસનાં પેન્ડિંગ કામો વચ્ચે રાહુલ ગાંધીને ઓકટોબર મહિનામાં ગુજરાત આવવા માટે સમય માંગવામાં આવ્યો છે. ઓકટોબર મહિનામાં ગુજરાતમાં યોજાનાર સંયોજકોને બેઠકમાં રાહુલ ગાંધી હાજર રહે તેવી શક્યતા છે.

(12:21 pm IST)