Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

આવતીકાલે ૧૨ કલાકનો દિવસ અને ૧૨ કલાકની રાત હશે

વર્ષમાં બે જ વાર સર્જાય છે આ ભૌગોલિક ઘટના : પછી હવે ધીરે ધીરે દિવસ ટૂંકો થતો જશે અને રાત લાંબી થતી જશે

નવી દિલ્‍હી, તા.૨૨: ૨૩મી સપ્‍ટેમ્‍બર એટલે કે આવતીકાલનો દિવસ ખાસ હશે. શુક્રવારના રોજ શરદ સંપાત દિવસ હોવાને કારણે દિવસ પણ ૧૨ કલાકનો હશે રાત પણ ૧૨ કલાકની હશે. તમને જણાવી દઈએ કે, વર્ષમાં બે વાર સૂર્યનો ક્રાતિવળત્ત અને આકાશી વિષુવવળત્ત એકબીજાને છેદે છે. આ છેદ બિંદુને ખગોળશાષાની ભાષામાં સંપાત દિવસ તરીકે ઓળખવામાં આવે છે. આવતીકાલે ૨૩મી સપ્‍ટેમ્‍બરનો દિવસન શરદ સંપાત દિવસ હશે. આપણે સૌ જાણીએ છીએ કે પળથ્‍વીની નમેલી ધરીને કારણે આબોહવાના અસામાન્‍ય ફેરફારો, દિવસ-રાત, ગરમી અને ઠંડી વગેરેનો અનુભવ થાય છે.

ઉપર જણાવ્‍યું તેમ આ ખગોળીય ઘટના વર્ષમાં બે વાર બનતી હોય છે. આ પહેલા ૨૧મી માર્ચ, ૨૦૨૨ના રોજ દિવસ અને રાત એક સરખા હોવાનો અનુભવ થયો હતો. આ સિવાય ૨૧મી જૂનના રોજ સૌથી લાંબા દિવસનો અનુભવ કરવામાં આવ્‍યો હતો. અને હવે આવતીકાલે શરદ સંપાતને કારણે ૧૨ કલાકનો દિવસ અને ૧૨ કલાકની રાત હશે. તમને જણાવી દઈએ કે, માર્ચ મહિનામાં સૂર્ય વિષુવવળત્ત પર ઉત્તર તરફ પ્રવાસ કરે છે. સપ્‍ટેમ્‍બર મહિનામાં તે દક્ષિણ તરફ -વાસ કરે છે.

ભારતના ટૂરિસ્‍ટ્‍સને કઇ હોમસ્‍ટે પ્રોપર્ટીઝ સૌથી વધુ પસંદ આવી? મેકમાય ટ્રીય અને ટાઇમ્‍સ ઓફ ઇન્‍ડિયાએ પ્રથમવાર જાહેર કર્યા ફેવરિટ હોમસ્‍ટે એવોર્ડ્‍સ

વિષુવવળત્તના દિવસે પળથ્‍વી ઉપર દરેક જગ્‍યાએ દિવસ અને રાત લગભગ એકસરખા હોય છે. આ દિવસે રાશિચક્રના નક્ષત્રોમાંથી સૂર્યની વાર્ષિક યાત્રા તેને વિષુવવળત્ત પર લઈ જાય છે. આ સમયે પળથ્‍વી પોતાની ધરીની આસપાસ ૨૩.૫ અંશે નમેલી હોય છે. પળથ્‍વીનું માથુ દક્ષિણ તરફ અને ઉત્તર તરફ નમેલું હોવાને કારણે લોકોને વિવિધ આબોહવાનો અનુભવ થાય છે. નોંધનીય છે કે આવતીકાલ પછી દિવસ ટૂંકો થઈ જશે અને રાત લાંબી થઈ જવાની છે.

અમદાવાદની વાત કરવામાં આવે તો સૂર્યોદય છ કલાક અને ૨૯ મિનિટે થશે અને સૂર્યાસ્‍ત છ કલાક અને ૩૪ મિનિટે થશે. અર્થાત દિવસ ૧૨ કલાક અને પાંચ મિનિટનો રહેશે. રાજકોટ શહેરની વાત કરીએ તો અહીં સૂર્યોદય છ વાગીને ૩૬ મિનિટે થશે અને સૂર્યાસ્‍ત છ વાગીને ૪૦ મિનિટે થશે. મુંબઈની વાત કરીએ તો અહીં સૂર્યોદય છ કલાક ૨૮ મિનિટે થશે જ્‍યારે સૂર્યાસ્‍ત છ કલાક ૨૪ મિનિટે થશે.

(3:36 pm IST)