Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

કોરોનાના ૫૪૪૩ નવા કેસઃ ૨૬ના મોત

દેશમાં અત્‍યાર સુધીમાં ૪,૪૫,૫૩,૦૪૨ લાખ લોકો સંક્રમિત થઈ ચૂકયા છે

નવી દિલ્‍હી, તા.૨૨: દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૫૪૪૩ નવા કેસ નોંધાયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૨૬ લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્‍યાર સુધીમાં ૨૧૭.૧૧ કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂકયા છે. દેશમાં અત્‍યાર સુધીમાં ૪,૪૫,૫૩,૦૪૨ લાખ લોકો સંક્રમિત થઈ ચૂકયા છે.
દેશમાં અત્‍યાર સુધી ૫,૨૮,૪૨૯ લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્‍યાર સુધી આ ખતરનાક બીમારીને ૪,૩૯,૭૮,૨૭૧  લોકો માત આપી ચૂકયા છે. પાછલા ૨૪ કલાકમાં ૫૨૯૧ લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્‍યા ૪૬,૩૪૨એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શકયતા ૦.૧૦ ટકા છે.
 દેશમાં હાલ રિકવરી રેટ વધીને ૯૮.૭૧ ટકાએ છે, જ્‍યારે મળત્‍યુદર ઘટીને ૧.૧૯ ટકા થયો છે, એમ આરોગ્‍ય મંત્રાલયે માહિતી આપી હતી.કેન્‍દ્રીય આરોગ્‍ય મંત્રાલયના આંકડા ગઈ કાલે ૩,૩૯,૦૪૨ લોકોનાં સેમ્‍પલનાં ટેસ્‍ટિંગ થયાં છે. દેશમાં અત્‍યાર સુધી ૮૯.૩૨ કરોડ કોરોનાના ટેસ્‍ટ કરવામાં આવ્‍યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ ૧.૩૬ ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર ૧.૮૧ ટકા છે.
દેશમાં અત્‍યાર સુધીમાં ૨,૧૭,૧૧,૩૬,૯૩૪  લાખ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે ૧૫,૮૫,૩૪૩  લોકોને રસી આપવામાં આવી હતી.

 

(3:44 pm IST)