Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

યુપીની સ્‍થાનિક ચંૂટણીઓમાં પુરી તાકાત સાથે ઉતરશે બસપાઃ દલિતની સાથે મુસ્‍લીમો પર પણ રખાશે ફોકસ

પહેલીવાર મેયરથી સભ્‍ય સુધીની ચંૂટણી લડવાની તૈયારી

આઝમગઢઃ સ્‍થાનિક ચૂંટણીઓ અહીં ભાજપા અને સપા માટે સરળ નહી બને. કારણકે પહેલીવાર બસપાએ મેયરથી માંડીને સભ્‍ય સુધીની ચૂંટણીઓ લડવાનો નિર્ણય કર્યો છે. આને બસપાની લોકસભાની ૨૦૨૪ની ચૂંટણીઓની બસપા સંપૂર્ણપણે પોતાની વોટબેંક  અનુસૂચિતજાતિ અને અનુસૂચિત જનજાતિ પર ફોકસ કરશે. સાથેજ ૨૦૨૪ની ચૂંટણી માટે આધાર તૈયાર થઇ શકે.
બસપાએ ગત સ્‍થાનિક ચુંટણીમાં પણ ભાગ લીધો હતો પણ મોટાભાગે મેયર અને પ્રમુખપદ માટેજ પક્ષે ઉમેદવારો ઉતાર્યા હતા. પણ પરિણામો બસપાની આશાને અનુરૂપ ન હોતા આવ્‍યા. એટલે આ વખતે બસપાએ આ વખતની ચૂંટણીઓમાં પુરી તાકાત સાથે ઝંપલાવવાનો નિર્ણય કર્યો છે. પક્ષે આ વખતે મેયરથી માંડીને સભ્‍યસુધીના ઉમેદવારો ઉતારવાનું નક્કી કર્યુ છે.
ચૂંટણી મજબૂતીથી લડવામાં આવે અને ઉમેદવારોને તૈયારીની તક મળે એટલા માટે પક્ષ નગરનિગમ, નગરપાલિકા અને નગર પંચાયતના બધા વોર્ડમાં ઉમેદવારોની પસંદગી બને તેટલી જલદી કરવાની તૈયારીઓ કરી રહ્યો છે.

 

(3:50 pm IST)