Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ- દેવેન્દ્ર ફડણવીસની આ અંતિમ ચૂંટણી:ફડણવીસે જવાબમાં કહ્યું -તમે મને ખતમ નહી કરી શકો

ફડણવીસે શાયરાના અંદાજમાં પલટવાર કરતા કહ્યુ, ‘મુદ્દે લાખ બુરા ચાહે તો ક્યા હોતા હૈ, વહી હોતા હૈ જો તકદીર મેં લિખા હોતા હૈં’

મુંબઈ :મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેના સત્તા પરથી હટ્યા બાદ રાજકીય નિવેદનબાજી તેજ થઇ  છે. હવે નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પર પ્રહાર કરતા કહ્યુ કે તે તેમણે ક્યારેય ખતમ નહી કરી શકે. ફડણવીસે કહ્યુ, ‘તમે કોંગ્રેસ અને રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી સાથે પુરો પ્રયાસ કર્યો, તમે મને ખતમ નહી કરી શકો અને બાદમાં નહી કરી શકો.’

ડેપ્યુટી સીએમે કહ્યુ ઉદ્ધવ ઠાકરે કહી રહ્યા છે કે આ દેવેન્દ્ર ફડણવીસની અંતિમ ચૂંટણી હશે. ઠાકરેના આ નિવેદન પર ફડણવીસે શાયરાના અંદાજમાં પલટવાર કરતા કહ્યુ, ‘મુદ્દે લાખ બુરા ચાહે તો ક્યા હોતા હૈ, વહી હોતા હૈ જો તકદીર મેં લિખા હોતા હૈં’.

ફડણવીસે કહ્યુ કે કાલના ભાષણમાં ઉદ્ધવ ઠાકરેની નિરાશા બોલી રહી હતી, તેમણે કહ્યુ મારો તેમને સવાલ છે કે જ્યારે તે કહે છે કે રાજીનામું આપો, ચૂંટણી લડો. ફડણવીસે ઠાકરે પર કટાક્ષ કરતા કહ્યુ કે 2019માં તમે (ઠાકરે) પીએમ મોદીની તસવીર બતાવીને ભાજપ સાથે ચૂંટીને આવ્યા હતા અને પછી ભાજપની પીઠમાં ખંજર મારીને કોંગ્રેસ-એનસીપી સાથે ગયા, ત્યારે રાજીનામું આપીને ચૂંટણી કેમ ના લડી.

મહત્વપૂર્ણ છે કે ઉદ્ધવ ઠાકરેએ રાજ્યમાં યોજાનાર મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પડકાર આપ્યો હતો. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યુ, હું અમિત શાહને પડકાર આપુ છુ કે આગામી મહાનગર અને વિધાનસભા ચૂંટણીમાં અમે ભાજપને હરાવીને જ રહીશું. ઠાકરેએ કહ્યુ કે હું તમને પડકાર આપુ છુ કે તમે પોતાના ચેલાને કહો કે એક મહિનાની અંદર બીએમસીની ચૂંટણી કરાવે અને જો તમારામાં હિમ્મત છે તો તમે આ સમયે રાજ્યમાં વિધઆનસભા ચૂંટણી પણ કરાવીને જોઇ લો.

ઠાકરેએ કહ્યુ, હું અમિત શાહને કહેવા માંગુ છું કે તમે ચૂંટણી પહેલા તમારા તમામ પેતરા ઉપયોગ કરી લો, જો તમે હિન્દૂ-મુસ્લિમ કાર્ડ રમવાની તૈયારીમાં છો તો હું તમને કહેવા માંગુ છું કે મુસ્લિમ અમારી સાથે છે. જ્યા સુધી હિન્દુઓમાં વાત મરાઠીની હોય કે ગેર-મરાઠી લોકોની અમને આ બધાનો સાથ મળેલો છે.

ઉદ્ધવ ઠાકરેએ આ નિવેદન બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ તેમની પર પલટવાર કર્યો છે, તેમણે કહ્યુ કે બાલા સાહેબ ઠાકરેના આદર્શોને બદલનારા તેમણે વિશ્વાસઘાતી ગણાવી રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે, મહારાષ્ટ્રના રાજકારણમાં આ સમયે અસલી શિવસેનાને લઇને ઉદ્ધવ અને શિંદે જૂથ વચ્ચે જંગ ચાલુ છે

(7:12 pm IST)