Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

ભારત-ઓસ્ટ્રેલિયા ટી૨૦ની ટિકિટો માટે પડાપડી, લાઠીચાર્જ

હૈદ્રાબાદમાં ૨૫ સપ્ટેમ્બરે ત્રીજી ટી૨૦ રમાશે : હૈદ્રાબાદમાં ૩ વર્ષથી આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ નહીં હોવાથી ઓસ્ટ્રેલિયા સામેની મેચની ટિકિટો માટે ક્રેઝ

નવી દિલ્હી, તા.૨૨ : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ૨૫ સપ્ટેમ્બરે હૈદ્રાબાદમાં રમાનારી ટી-૨૦ મેચની ટિકિટો માટે ક્રિકેટ ચાહકો મરણિયા બની રહ્યા છે.

આ મેચની ટિકિટો ખરીદવા માટે હજારોની સંખ્યામાં ચાહકો જીમખાના ગ્રાઉન્ડ પહોંચ્યા હતા અને ભારે અંધાધૂધી સર્જાતા પોલીસે ભીડને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો હતો. જેમાં ઘણા લોકો ઘાયલ પણ થયા છે.

ભારતમાં જો કોઈ રમત માટે સૌથી વધારે દીવાનગી હોય તો તે ક્રિકેટ માટે છે. ઘરમાં બેસીને આરામથી મેચ જોઈ શકાય તેમ છે. છતા ક્રિકેટ ચાહકો મેદાનમાં રમતા ક્રિકેટરોને સ્ટેડિયમમાં બેસીને જોવા માંગે છે.

હૈદ્રાબાદમાં એમ પણ ૩ વર્ષથી કોઈ મેચ રમાઈ નહીં હોવાથી ઓસ્ટ્રેલિયા સામેની મેચની ટિકિટો માટે ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. જેના કારણે ટિકિટો મેળવવા માટે હજારો ચાહકો ઉમટી પડ્યા હતા. એ પછી પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. ઘટનાનો વિડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

આ મેચની ટિકિટોના બ્લેક પણ થઈ રહ્યા હોવાના અહેવાલો બાદ હવે તેલંગાણા સરકારે ટિકિટ બ્લેક કરનારાઓ સામે આકરી કાર્યવાહીની ચીમકી આપી છે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ટી ૨૦ મેચ હૈદ્રાબાદમાં રમાવાની છે.

(7:22 pm IST)