Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

ઈરાનમાં અમિનીના મોત બાદ હિજાબની સામે મેદાનમાં ઉતર્યાં :પોલીસનો અંધાધૂંધ ગોળીબાર: 31 લોકોના મોત

ઈરાનમાં 22 વર્ષીય મહિલા મહસા અમિનીના મોત સામેના દેખાવ ઉગ્ર થયા:હિજાબ ન પહેરવા બદલ મહસા અમિનીને કસ્ટડીમાં માર મરાતા થયું હતું મોત

ઈરાનમાં 22 વર્ષીય મહિલા મહસા અમિની હિજાબ ન પહેરતા તેને કસ્ટડીમાં લેવાઈ હતી અને મારપીટને કારણે તેનું કસ્ટડીમાં મોત થયું હતું. આ ઘટના બાદ લોકો ભડકી ઉઠ્યાં હતા અને હિજાબ સામે દેખાવ કરવા લાગ્યા હતા.

ઇરાન પોલીસે હિજાબ ન પહેરવા બદલ મહસા અમિનીની અટકાયત કરી હતી જે પછી કસ્ટડીમાં માર મારવામાં આવતા તેનું મોત થયું હતું. અમિનીના મોત બાદથી જ મહિલાઓ ગુસ્સામાં છે. મહિલાઓ પોતાનો વિરોધ નોંધાવવા માટે હિજાબ પણ સળગાવી રહી છે અને કેટલીક મહિલાઓ તેમના લાંબા વાળ પણ કાપી રહી છે. અટકાયતમાં લીધા પછી અમિની કોમામાં ગઈ હતી અને તે પછી તેનું મોત નીપજ્યું હતું. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વીડિયો મુજબ મહસા અમિનીના મોત બાદ ઘણી મહિલાઓએ હિજાબ પહેરીને વિરોધ કરવાનું શરૂ કરી દીધું છે. મહસા અમિનીના મોતથી સમગ્ર તહેરાનને રસ્તા પર ઉતરવાની ફરજ પડી છે. મોટી સંખ્યામાં મહિલાઓ દેશના 'ડ્રેસ કોડ' કાયદાનો વિરોધ કરી રહી છે.

(12:20 am IST)