Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

વૈષ્ણોદેવી યાત્રા પર સાઇકલથી નીકળેલ ૬૮ વર્ષિય મહિલા, રર૦૦ કિ.મી.ની સફર કરશે, સમાજ માટે પ્રેરક ઉદાહરણ

સોશલ મીડિયા પર ૬૮ વર્ષિય મહિલાનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તે મહારાષ્ટ્રના ખામગાંવથી સાઇકલથી વૈષ્ણોદેવી (જમ્મૂ-કાશ્મીર)ની યાત્રા પર એકલા નીકળ્યા છે. વીડિયોમાં એક શખ્સ આ મહિલાને રોકી પાણીની બોટલ આપે છે અને કહે છે કેટલું દૂર છે રર૦૦ કિલોમીટર બાપરે !

(11:29 pm IST)