Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

નેધરલેન્ડનાં વૈજ્ઞાનિકોની ઐતિહાસિક સિધ્ધી

માનવ શરીરમાં નવા અંગની શોધઃ કેન્સરના ઇલાજમાં મળશે મદદ

પ્રોસ્ટેટ કેન્સર પરના રિર્સચ દરમ્યાન મળી નવી સફળતાઃ ગળામાં મળી લાળગ્રંથિઃ રેડીયો-થેરાપીમાં તેને બચાવવી સરળ રહેશે

નવી દિલ્હી તા. રર :.. નેધરલેન્ડના વૈજ્ઞાનિકોએ અચાનક માનવોના ગળામાં એક નવા અંગની શોધ કરી છે. તે વૈજ્ઞાનિક પ્રોસ્ટેટ કેન્સર પર રિસર્ચ કરી રહ્યા હતાં. જયારે તેને આ અંગની શોધ કરી. નેધરલેન્ડસના કેન્સર ઇન્સ્ટીટયુટના રીસર્ચર્સને ગળાના ઉપરના ભાગનાં બે લાળ ગ્રંથીઓ મળી છે. જેને ટયુબેરિયલ સલાઇવરી ગ્લૈંડ નામ આપવામાં આવ્યું છે.

રેડિયોથેરાપી એન્ડ ઓન્કોલજી જર્નલમાં છાપેલી સ્ટડીમાં રિસર્ચર્સએ પુષ્ટિ કરી છે કે અંદાજે ૧૦૦ દર્દીઓ પર સ્ટડીમાં આ ગ્લૈંડ મળ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે આ શોધથી કેન્સરની સારવારમાં મદદ મળશે. અત્યાર સુધીમાં માનવામાં આવ્યું હતું કે નાકના પાછળના આ ભાગમાં કંઇપણ રહેલુ હોતું નથી. બીજીબાજુ ત્રણ સલાઇવહી ગ્લૈંડ પણ જીવ્યની નીચે, જડબા નીચે અને જડબાની પાછળ હોય છે. એ જ માનવામાં આવતું હતું.

સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો છે કે આ ગ્લૈંડ ૧.પ ઇંચનો છે. અને તે ટોરસ ટયુબેરિયસ નામના કાર્ટિલેજના એક ભાગની ઉપર છે. રિસર્ચર્સનું કહેવું છે કે કદાચ તેનું નામ નાક અને મોઢાની પાછળ ગળાના ઉપરના ભાગને લ્યુબ્રિકેટ કરવા પડશે.

આ ગ્લૈંડ ત્યારે શોધવામાં આવ્યા જયારે રિસર્ચર્સ પ્રોસ્ટેટ કેન્સર સેલ્સ પર પીએસએમએ પીએટી-સીટી ટેકનોલોજી દ્વારા સ્ટડી કરી રહ્યા હતાં. તેમાં સીટી સ્કેન અને પ્રોઝીટ્રોન એમિશન ટોમોગ્રાફીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે સલાઇવરી ગ્લૈંડ શોધવામાં પણ મદદ કરે છે. તેમાં એક રેડિયોએકિટવ ટ્રેસર દર્દીમાં ઇન્જેકટ કરવામાં આવે છે. જે કેન્સર સેલના પીએસએમએ પ્રોટીનમાં બાઇન્ડ થઇ જાય છે.

આ શોધથી કેન્સરની સારવારમાં મહત્વની મદદ મળશે. જો કે કેન્સરની સારવાર માટે મોઢા અને ગળામાં રેડિયોથેરાપી દરમ્યાન સલાઇવરી ગ્લૈંડસને બચાવવાના પ્રયત્નો કરવામાં આવશે. જેથી દર્દીને ખાવા, બોલવા અથવા ગળવામાં પરેશાની હોય અત્યાર સુધીમાં ડોકટરોને માલુમ હતું નહિ કે શરીરમાં હજુ પણ સલાઇવરી ગ્લૈંડસ હોય છે આ શોધની સાથે જ હવે રેડિયોથેરાપીમાં તેને પણ બચાવાના પ્રયત્નો કરવામાં આવશે જેનાથી કેન્સરની સારવારમાં થતી સાઇડ ઇફેકસને ઓછી કરી શકાશે.

(11:21 am IST)