Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd December 2020

મ.પ્રદેશમાં સંખ્યા સૌથી વધુ

ભારતમાં દીપડાઓની સંખ્યામાં ૬૦ ટકાનો વધારો : ૨૦૧૮માં વધીને સંખ્યા થઇ ૧૨૦૦૦

નવી દિલ્હી તા. ૨૨ : કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું છે કે, ભારતમાં દીપડાઓની સંખ્યા હવે વધી છે. ૨૦૧૪માં આ પ્રાણીની સંખ્યા ૮૦૦૦થી વધીને ૨૦૧૮માં ૧૨૦૦૦ થઇ છે. તેમણે કહ્યું છે કે દેશમાં નવાઘ અને સિંહની સંખ્યા પણ વધી છે.

એક રિપોર્ટ જારી કરતા તેમણે જણાવ્યું હતું કે, ભારતમાં ૨૦૧૮માં ૧૨૮૫૨ દીપડા હતા. જેમાં સૌથી વધુ ૩૪૨૧ મ.પ્રદેશમાં જોવા મળ્યા હતા. કર્ણાટકમાં તેની સંખ્યા ૧૭૮૩ અને મહારાષ્ટ્રમાં ૧૬૯૦ છે.

મધ્ય ભારત અને પૂર્વી ઘાટોમાં દીપડાઓની સંખ્યા સૌથી વધુ ૮૦૭૧ છે. આ ક્ષેત્રમાં મ.પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઓડીશા, છત્તીસગઢ, ઝારખંડ, તેલંગાણા અને આંધ્ર છે. પશ્ચિમી ઘાટ ક્ષેત્રમાં કર્ણાટક, તામિલનાડુ, ગોવા, કેરળમાં ૩૩૮૭ તો ગંગા નદીના કિનારા, યુપી, ઉત્તરાખંડ, બિહારમાં ૧૨૫૩ દીપડા જોવા મળ્યા છે. પૂર્વોતરના પહાડોમાં ૧૪૧ દીપડા છે.

(11:29 am IST)