Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd December 2020

નવા વર્ષમાં અવકાશમાં વધશે ભારતની તાકાત

ભારતના રોકેટમેન અને ઇસરોના અધ્યક્ષ કે શિવન કહે છે : માનવ મિશન મોકલવાની સાથે જ આવું કરનાર આપણે વિશ્વના ચોથા દેશ તરીકે ઓળખાશું : હાલમાં ચંદ્રયાન -૩ લોન્ચ કરવાની કામગીરી

બેંગ્લોર,તા. ૨૨: નવા ભારતના નિર્માણમાં ઇસરોની ભૂમિકાના કાયમ વખાણ થાય છે. અમારી કોશિષ રહી છે કે અવકાશ ટેકનીકનો વધુમાં વધુ લાભ સામાન્ય માણસોને મળે, લોકોની મુશ્કેલીઓ ઓછી થાય. દુરસંચા, આપદા પ્રબંધન, નેવીગ્રેશન, બ્રોડકાસ્ટીંગ સેવાઓથી માંડીને ઇ-ગર્વનન્સ સુધી જીવનના દરેક ક્ષેત્રમાં ઇસરો યોગદાન કરે છે. વડાપ્રધાન મોદીના નવા વિજયથી અવકાશ સંબંધી ગતિવિધીઓમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારી વધશે. નવી ટેકનીકોના વિકાસ થશે. આનાથી ભારત એક ટેકનીકલ મહાશકિત બનીને બહાર આવશે.

ખાનગી ભાગીદારીથી ઉપગ્રહોમાં પ્રક્ષેપણના ખર્ચમાં ઘટાડો થશે અને અપડેટેડ અવકાશ યાનોના વિકાસ થશે. અવકાશના ઉંડાણ સુધી આપણી પહોંચ વધશે અને ત્યાં સુધી પહોંચવાની આવું કરનાર આપણે વિશ્વના ચોથા દેશ તરીકે ઓળખાશું નવા વર્ષમાં અમે ચંદ્રયાન-૩ લોંચ કરવાની યોજના પર કામ કરી રહ્યા છીએ. જે લેન્ડીંગ મિશન હશે. ત્યાર પછી ચંદ્ર પરથી સેમ્પલ લાવવાની યોજના પણ બનાવીશું.

રોકેટ મેન ઓફ ઇન્ડીયાના નામથી મશહૂર શિવને જણાવ્યું કે, અવકાશ પરિવહન, નેવીગેશન, અવકાશ, સંશોધન, માનવ ઉડ્ડયન નીતિને એક કરીને સમગ્ર રાષ્ટ્રીય અવકાશ નીતિ પર અમે કામ કરી રહ્યા છીએ. સાથે જ ખાનગી ક્ષેત્રને અવકાશ ગતિવિધીઓમાં સામેલ કરવા માટે પણ અનુ કૂળ નીતિઓ બનાવવી પડશે.

(2:45 pm IST)