Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd December 2020

અમુલ દૂધ તથા ઉત્પાદનો વિરુદ્ધ ડર ,તેમજ પૂર્વગ્રહ દર્શાવતો લેખ ફેસબુક ઉપરથી દૂર કરો : ditchdairy. વેબસાઈટ ઉપર ' બોયકોટ મિલ્ક ' અંગેનું લખાણ દૂધ તથા અમુલ ડેરી વિરુદ્ધ કિન્નાખોરી સમાન : દિલ્હી હાઇકોર્ટનો ચુકાદો

ન્યુદિલ્હી : ગુજરાત કો ઓપરેટીવ મિલ્ક ફેડરેશન લિમિટેડે ditchdairy.વેબસાઈટ ઉપર  “WHITE LIE OF AMUL AND BLACK TRUTH OF ANIMAL MILK” તેમજ ફેસબુક ઉપર ' બોયકોટ મિલ્ક ' આર્ટિકલ મૂકી અમારી કંપનીની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી છે તેવી પિટિશન દિલ્હી હાઇકોર્ટમાં દાખલ કરી હતી.જેમાં જણાવાયા મુજબ અમુલ દૂધ તથા તેના ડેરી ઉત્પાદનો વિરુદ્ધ ડર તેમજ પૂર્વગ્રહ ફેલાવવામાં આવી રહ્યો છે.

પિટિશનમાં દર્શાવાયા મુજબ ચેતન પાંડિલ્ય દ્વારા  દૂધ તથા તેના ઉત્પાદનો પ્રાણીઓ ઉપર હિંસા સમાન હોવાથી તેનો ઉપયોગ ન કરવા તથા અમુલ બ્રાન્ડ વિરુદ્ધ લોકોમાં ડર તેમજ પૂર્વગ્રહ ફેલાવી તેનાથી કેન્સર જેવા રોગો થઇ શકે છે તેવું ગેરમાર્ગે દોરતું લખાણ ditchdairy. વેબસાઈટ ઉપર તેમજ ફેસબુક ઉપર મુકતા હોવાનો આરોપ લગાવાયો હતો.

પિટિશનમાં વિશેષમાં જણાવાયા મુજબ એવું લખાણ મુકનાર ખુદ છોડમાંથી બનતા ઉત્પાદનો બનાવે છે.તેથી પોતાના ઉત્પાદન કરતા દૂધને નીચું અને હલકું ગણાવવાનો પ્રયત્ન થઇ રહ્યો હોવાનો આરોપ મુક્યો હતો.

પિટિશનરની અરજીને ધ્યાને લઇ નામદાર કોર્ટે આરોપીને આવા તમામ લખાણ દૂર કરવા તેમજ તેને મળતા કોઈપણ જાતના લખાણો નહીં પ્રસિદ્ધ કરવાનો હુકમ કર્યો હતો.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(3:04 pm IST)