Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd December 2020

નવા જમાનાનું નવી ઇવીએમ ! ડાયનેમિક ઇવીએમથી થશે ક્રાંતિકારી પરિવર્તન

ગમે ત્યાં રહેવા છતાં ગૃહક્ષેત્રમાં મત કરી શકાશે

નવી દિલ્હી, તા. રર :  નવા જમાનાની નવી ઇવીએમ આ કલ્પના સાચી પડે છે કે કોઇપણ ભારતીય દેશના કોઇપણ ભાગમાં પ્રવાસ કરીને તેમના ગૃહક્ષેત્રની ચૂંટણીમાં તેમની પસંદના ઉમેદવારને મત આપી શકશે. ચૂંટણી પંચે આ અંગેની ચર્ચા ચાલી રહે છે કે ઇવીએમને તેના માટે સક્ષમ બનાવામાં આવે.

 

ચુુંટણીપંચના સુત્રોના જણાવ્યા મુજબ વિશિષ્ટ ઇવીએમમાં એવી ડાયનામિક યાદી હશે. જેના દ્વારા કોઇપણ મતદાતા તેમના ગૃહરાજય, ગૃહની વિધાનસભાને શોધીને તેમની પસંદના ઉમેદવારને મત આપી શકશે. પંચમાં હાલમાં આ મહત્વાકાંક્ષી પરિયોજનાના અન્ય ટેકનીકલ, વ્યાવહારિક અને કાયદાકીય પહેલુંઓ પર ગહન મંથન ચાલી રહ્યું છે.

(3:59 pm IST)