Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd December 2020

પીએમ મોદીની રકીબગંજ ગુરૂદ્વારામાં ગુરૂ તેગબહાદુરની સમાધિની મુલાકાત બાદ 'સામના' ના તંત્રીલેખમાં તંજ કસ્યો

તમે સેવા કરો છે. ઈશ્વરની ભક્તિ કરો છો પરંતુ તમારા વિચાર બદલાતા નથી તો તે સેવા અને ભક્તિનો શું ઉપયોગ?

મુંબઈ :શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં તંત્રીલેખ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દિલ્હી સ્થિતિ રકીબગંજ સ્થિત ગુરૂદ્વારામાં ગુરૂ તેગબહાદુરની સમાધિની મુલાકાત લીધા પછી તંજ કસ્યો છે. શિવસેના અનુસાર વડાપ્રધાન મોદી શિખ ખેડૂતોના આંદોલનને હાંસિયા પર ધકેલીને ગુરૂદ્વારા પહોંચ્યા. લેખમાં લખવામાં આવ્યું છે કે, પીએમ મોદી જે તેગબહાદુરના દર્શન કરવા માટે ગયા હતા, તેમની પ્રેરણાથી જ દિલ્હી બોર્ડર પર હજારો શિખ આંદોલનકારીઓ લડી રહ્યાં છે. પરંતુ તંત્રીલેખ દ્વારા પ્રશ્ન ઉભો કરવામાં આવ્યો છે કે,- ‘તેથી લડાઈનો અંત શું?

વડાપ્રધાન મોદી અચાનક દિલ્હીના રકીબગંજ સ્થિત ગુરૂદ્વારામાં પહોંચ્યા. તેમને ગુરૂ તેગ બહાદુરની સમાધિ સમક્ષ માથું ટેક્યું, તેમાં બેચેન થવા જેવી વાત શું છે? મોદી કંઈ પણ કરે તો નાટક અથવા ધતંગ છે, એવું માનીને વિરોધી ટિકા-ટિપ્પણી કરે છે. તે યોગ્ય નથી. ઈન્દિરા ગાંધી જ્યારે વડાપ્રધાન હતા તેઓ અનેક વખત મંદિર, મસ્જિદ અને ગુરૂદ્વારામાં ગયા હતા. ઈદ પર ખીર-ખુરમા અને બિરયાની પણ ખાધી છે. પરંતુ મોદીના સંદર્ભમાં વિરોધી કંઈક અલગ જ ભૂમિકા અપનાવે છે, તેનું આશ્ચર્ય થાય છે. દેશનો માહોલ હાલમાં તેટલું સારૂ નથી. કોરોનાનું સંકટ છે. બેરોજગારી અને અર્થવ્યવસ્થાનો સંકટ વધી ગયો છે. તેવી સ્થિતિમાં પાછલા એક મહિનાથી પંજાબના ખેડૂત દિલ્હીની બોર્ડર પર આંદોલન કરી રહ્યાં છે

મોદીએ પૂરી ભક્તિ-ભાવનાથી ગુરૂના દર્શન કર્યા. વડાપ્રધાન મોદીએ ગુરૂદ્વારા જઈને શિખોના મનને જીતવાની કોશિશ કરી. ખેડૂત આંદોલનના કારણે પંજાબનું શિખ સમુદાય નારાજ છે. તેઓ મોદી વિરોધી નારા લગાવી રહ્યાં છે. પંજાબના આ ખેડૂતોને આતંકવાદી અને ખાલિસ્તાની વગેરે સાબિત કરીને બદનામ કરવાની કોશિશ કરવામાં આવી હતી તેથી ગુસ્સે થયેલા ખેડૂતોની ભાવનાને શાંત કરવાની કોશિશ કરવામાં આવી છે, એવું કહેવામાં આવી રહ્યું છે. મોદી ગુરૂદ્વારામાં ગયા તેના પાછળ રાજનીતિ છે. શિખોથી એટલો જ પ્રેમ હતો તો પંજાબના ખેડૂતોને એક મહિનાથી હાડ થીજવતી ઠંડીમાં રોડ રસ્તાઓ ઉપર કેમ ઉભા રાખવામાં આવ્યા છે? શિખોના અનાજ અને પેટ ભરવાના મુદ્દાને ઉકેલવા નથી અને શિખોના ગુરૂ સમક્ષ નતમસ્તક થવું છે, તે નાટક છે. આવું વિરોધી કહેતા હશે પરંતુ મોદીની શ્રદ્ધા પર કોઈ જ પ્રશ્ન ઉભો ના કરે.

ગુરૂ તંગ બહાદુર એક મહાન સંત હતા. ગુરૂએ માનવતા, સિદ્ધાંત અને આદર્શનું પાલન કરવા માટે શહીદી વ્હોરી હતી. તેમને બળપૂર્વક ધર્મ પરિવર્તનનું ખુબ જ ઉગ્ર વિરોધ કર્યો. તેઓ ધર્મ રક્ષક હતા તેથી શિખ જ નહીં પરંતુ આ ભૂમિના દરેક વ્યક્તિને ગુરૂ તેગ બહાદુર સમક્ષ નતમસ્તક થવું જોઈએ. ગુરૂએ માથું ઝૂકાવ્યું નહીં તો ઔરંગજેબના આદેશથી ગુરૂ તેગ બહાદુરનું સર કલમ કરી દેવામાં આવ્યું. તેમને ઈસ્લામ ધર્મ સ્વીકારવાથી સ્પષ્ટ ઇનકાર કરી દીધો. પ્રાણ જાએ પરંતુ વચન ના જાએ. ‘સર કટા શકતે હૈ લેકિન સર ઝૂકા શકતે નહીં’નું તેવર ઔરંગજેબને બતાવનાર ગુરૂ તેગ બહાદુર, છત્રપતિ શિવાજી મહારાજ અને છત્રપતિ સંભાજી મહારાજની જેમ ધર્મવીર સાબિત થયા. તેથી શિખ ખેડૂતોના આંદોલનને પીઠ બતાવીને મોદી રકીબગંજ ગુરૂદ્વારામાં પહોંચ્યા, તે છતાં પણ દિલ્હીની સીમા પર પંજાબના ખેડૂત વિચલિત થયા નથી. તેમનું સંઘર્ષ અને તેમની લડાઈ ચાલું છે. તેથી રકીબગંજ ગુરૂદ્વારામાં મોદીનું પહોંચવું વ્યક્તિગત શ્રદ્ધાનો મુદ્દો માનવો જોઈએ.

 મોદી અચાનક રકીબગંજ ગુરૂદ્વારામાં પહોંચ્યા તે સમયે ત્યાં જે ‘ગુરૂવાણી’ શરૂ હતી, તેનું સારાંશ કંઈક આ પ્રકારે છે- તમે સેવા કરો છે. ઈશ્વરની ભક્તિ કરો છો પરંતુ તમારા વિચાર બદલાતા નથી તો તે સેવા અને ભક્તિનો શું ઉપયોગ? તમે ધર્મગ્રંથના અનેક પારાયણ કર્યા પરંતુ તેના ઉપદેશ અને શિખામણને તમે સમજ્યા નહીં, તેને અપનાવીને માનવતાના કલ્યાણ માટે તેનો પ્રયોગ કર્યો નહીં તો ધર્મગ્રંથના તે પારાયણનો શું ઉપયોગ? એવા સમયે જ્યારે તમારો ‘સમય'(મૃત્યુંનો સમય) આવશે, તમારા કર્મોનો ‘હિસાબ’ થશે, તે સમયે તમે શું કરશો. ક્યાં મોઢૂ છૂપાવશો? કાળથી પોતાને કોઈ જ બચાવી શક્યું નથી અને બચાવી શકશે નહીં, તે વાત પણ ધ્યાનમાં રાખવી!

વડાપ્રધાન મોદીએ ગુરૂ તેગ બહાદુર પાસેથી પ્રેરણા લીધી, તે આનંદની વાત છે. દિલ્હીની બોર્ડર પર હજારો શિખ આંદોલન કરી રહ્યાં છે, તેઓ પણ તેમનાથી જ પ્રેરણા લઈ રહ્યાં છે. તેથી લડાઈનો અંત શું? તે એક પ્રશ્ન છે.

(5:39 pm IST)