Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd December 2020

કોરોનાના નવા સ્ટ્રેનને રોકી શકશે વેક્સીન ? બયોનટેકના ફાઉન્ડરે કહ્યું - ઈમ્યૂન રેસ્પોન્સ નવા વાયરસ વેરિએન્ટ પર પણ પ્રભાવી રહેશે.

જો જરૂરત પડી તો BioNTech વેક્સિનને નવા સ્ટ્રેન અનુસાર છ સપ્તાહમાં બદલી પણ શકાય છે

બ્રિટનમાં સામે આવેલા કોરોના વાયરસના નવા સ્ટ્રેને આખી દુનિયામાં હડકંપ મચાવી દીધો છે. આ વાયરસ સ્ટ્રેન વધારે ઝડપી ફેલાય છે. દુનિયાના અનેક દેશોમાં અલગ-અલગ વેક્સિનને ઈમરજન્સી ઉપયોગની મંજૂરી મળી ચૂકી છે, તેવામાં સૌથી મોટી ચિંતા તે છે કે, શું આ વેક્સિન આ સ્ટ્રેન પર પ્રભાવી હશે. આનો જવાબ BioNTechના કો-ફાઉન્ડરે આપ્યો છે અને કહ્યું છે કે, ખુબ જ આશા છે કે, અમારી વેક્સિન નવા સ્ટ્રેન ઉપર પણ કામ કરશે.

ફાર્માસ્યૂટિકલ કંપની ફાઈજરે BioNTech સાથે મળીને કોરોના વેકિસન બનાવી છે. આ કંપનીના કો-ફાઉન્ડર ઉગુર સાહિનનું કહેવું છે કે, વૈજ્ઞાનિકના રૂપમાં ખુબ જ આશા છે કે, વેક્સિનનો ઈમ્યૂન રેસ્પોન્સ નવા વાયરસ વેરિએન્ટ ઉપર પણ પ્રભાવી રહેશે.જોકે, સાહિને કહ્યું કે, જો જરૂરત પડી તો BioNTech વેક્સિનને નવા સ્ટ્રેન અનુસાર છ સપ્તાહમાં બદલી પણ શકાય છે.

 ઉગુર સાહિને જણાવ્યું કે, સૈદ્ધાંતિક રૂપથી મેસેન્જર ટેકનોલોજીની તે સારી વાત છે કે, અમે એક વેક્સિનને નવા મ્યૂટેશન અનુસાર ઈજનેર કરી શકીએ છીએ. અમે ટેક્નિકલ રીતે નવી વેક્સિન છ અઠવાડિયાની અંદર આપી શકીએ છીએ.

BioNTechના કો-ફાઉન્ડર ઉગુર સાહિનનું કહેવું છે કે, બ્રિટનમાં સામે આવેલા નવા કોરોના વાયરસ સ્ટ્રેનમાં નવ મ્યૂટેશન છે. સામાન્ય રીતે એક જ મ્યૂટેશન જોવા મળે છે.

જોકે, સાહિને વિશ્વાસ જણાવ્યું છે કે, BioNTech-ફાઈઝરની વેક્સિન પ્રભાવી થશે કેમ કે, આનામાં 1000થી વધારે એમિનો એસિડ્સ છે અને માત્ર વાયરસમાં માત્ર નવ જ મ્યૂટેશન બદલાયા છે. સાહિનનું કહેવું છે કે, આનો અર્થ તે છે કે, 99 ટકા પ્રોટીન હજું પણ પરિવર્તિત થયા નથી.

સાહિને જણાવ્યું કે, નવા સ્ટ્રેન પર ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે અને પરિણામ બે અઠવાડિયામાં આવવાની આશા છે. તેમને કહ્યું, અમને વૈજ્ઞાનિકો ઉપર વિશ્વાસ છે કે, વેક્સિન પ્રભાવી સાબિત થશે પરંતુ અમે એક્સપેરિટમેન્ટ ખત્મ થયા પછી જ આખી વાત જણાવી શકીશું. અમે જેમ બને તેમ ઝડપી ડેટા પબ્લિશ કરીશું.

(6:35 pm IST)