Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

વડાપ્રધાન મોદી ફરી એકવાર બાળકો સાથે કરશે વાતચીત : શુક્રવારે 'પરીક્ષા પે ચર્ચા'નું આયોજન

પીએમ મોદી પરિક્ષા પે ચર્ચા કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે વાતચીત કરશે.

નવી દિલ્હી :વડાપ્રધાન મોદી ફરીવાર બાળકો સાથે વાત કરશે. આ વર્ષે 27 જાન્યુઆરીના રોજ ‘પરીક્ષા પે ચર્ચા’નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વડાપ્રધાન મોદી વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે વાતચીત કરશે. શિક્ષણ મંત્રાલય આ કાર્યક્રમનું આયોજન કરશે. વડાપ્રધાન મોદી પરિક્ષા પે ચર્ચા કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરશે. આને ધ્યાનમાં રાખીને, ફારબીસગંજની વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓ વચ્ચે સર્જનાત્મક કાર્યોની સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

  છેલ્લા ઘણા સમયથી વડાપ્રધાન મોદી દ્વારા અભ્યાસ અને પરીક્ષામાં ઓછા માર્કસના કારણે નિરાશ થયેલા બાળકોને પ્રોત્સાહિત કરવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમને લઈને બાળકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આ રીતે પ્રોત્સાહિત થવા બદલ બાળકો પણ વડાપ્રધાનનો આભાર માની રહ્યા છે.

 બાળકોને પરીક્ષાના તણાવમાંથી મુક્ત કરવાના વડાપ્રધાન મોદીના કાર્યક્રમની ખૂબ પ્રશંસા થઈ રહી છે અને બાળકોને પણ ઘણો ફાયદો થઈ રહ્યો છે. પરીક્ષાની ચિંતા ઓછી કરવાના વડાપ્રધાન મોદીના પ્રયાસને ઘણો ફાયદો થયો છે. આ કાર્યક્રમમાં ધોરણ 9થી 12 સુધીના બાળકો, શિક્ષકો અને વાલીઓ ભાગ લેશે. તેમને પણ પ્રશ્નો પુછવાની તક મળશે.

પરિક્ષા પે ચર્ચાની 6ઠી આવૃત્તિ માટે વડા પ્રધાન મોદી બોર્ડની પરીક્ષા આપી રહેલા દેશભરના વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરશે. આ વર્ષે વિદ્યાર્થીઓ PM મોદી સાથે રૂબરૂ વાત કરી શકશે. તમને જણાવી દઈએ કે, દેશની અનેક શાળાઓમાં વિદ્યાર્થીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ‘પરીક્ષા પે ચર્ચા’ને ટેલિવિઝન સ્ક્રીન દ્વારા નિહાળશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયનો શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ છેલ્લા 4 વર્ષથી આ કાર્યક્રમનું સંચાલન કરી રહ્યું છે.

(8:16 pm IST)