Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

ગણતંત્ર દિવસ પહેલાં સુરક્ષા એજન્સીઓ અલર્ટ : સાત દિવસનું ઓપરેશન અલર્ટનો અભ્યાસ શરૂ

કચ્છના રણથી રાજસ્થાનના બોર્ડર સુધી સૈનિકો અભ્યાસ

નવી દિલ્હી : દેશમાં ગણતંત્ર દિવસ પહેલાં સુરક્ષા એજન્સીઓ અલર્ટ પર છે. તેને ધ્યાનમાં રાખીને 21 જાન્યારીથી 28 જાન્યુઆરી સુધી સાત દિવસનું ઓપરેશન અલર્ટનો અભ્યાસ શરૂ થયો છે. બોર્ડર સિક્યોરિટી ફોર્સ તેને લઈને તહેનાત છે. ગુજરાતમાં કચ્છના રણથી રાજસ્થાનના બોર્ડર સુધી સૈનિકો અભ્યાસ કરી રહ્યા છે.

ગણતંત્ર દિવસ સમારોહ દરમિયાન રાષ્ટ્ર વિરોધી તત્વોના કોઈપણ નાપાક ઈરાદાને નિષ્ફળ બનાવવા માટે ઓપ્સ અલર્ટ અભ્યાસ કરવામાં આવી રહ્યો છે

 

(9:54 pm IST)