Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

જેલના કેદીઓ તથા સ્ટાફને પણ કોવિદ -19 વેક્સીન અપાવી જોઈએ : તિહાર જેલના આજીવન કેદીએ કરેલી પિટિશનના અનુસંધાને દિલ્હી હાઇકોર્ટે આપ સરકારનો ખુલાસો માંગ્યો

ન્યુદિલ્હી : દિલ્હીની તિહાર જેલના આજીવન કેદી શારદા જૈનએ દિલ્હી  હાઇકોર્ટમાં પિટિશન કરી છે.જેમાં જણાવાયા મુજબ જેલના કેદીઓ તથા સ્ટાફ પણ આરોગ્ય સુરક્ષા મેળવવાના અધિકારી છે.

તેણે જણાવ્યું છે કે દિલ્હીની તિહાર જેલમાં તેની ક્ષમતા કરતા ઘણા વધુ દર્દીઓ છે.તેથી સોશિઅલ ડીસ્ટન્સના નિયમોનું પાલન થવું મુશ્કેલ છે.આ સંજોગોમાં દર્દીઓની સુરક્ષા માટે તેઓને કોવિદ -19 વેક્સીન અપાવી જોઈએ.

કેદીની ઉપરોક્ત અરજના અનુસંધાને દિલ્હી હાઇકોર્ટે આપ સરકારને નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો છે.

દિલ્હીની રાજ્ય સરકારના એડવોકેટે જણાવ્યું હતું કે તમામ કેદીઓ અને જેલ સ્ટાફને કોવિદ -19 વેક્સીન આપવાની વ્યવસ્થા થઇ ગઈ છે.

આગામી મુદત 26 માર્ચ રાખવામાં આવી છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(12:15 pm IST)