Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

કરૌલી સરકારના આશ્રમમાં પહોંચી પોલીસ : બે સબ ઈન્સ્પેક્ટર સેવકોની પૂછપરછ કરવા માટે આશ્રમ ગયા

નોઈડાના ડૉક્ટરની મારપીટનો મામલો સામે આવ્યા બાદ પોલીસ કાનપુરમાં કરોલી સરકારના લવકુશ આશ્રમમાં પૂછપરછ કરી રહી છે

નવી દિલ્હી :  પોલીસ ફરી એકવાર કરોલી સરકારના આશ્રમમાં પહોંચી છે. કરૌલી સરકારના આશ્રમમાં બે સબ ઈન્સ્પેક્ટર સેવકોની પૂછપરછ કરવા પહોંચ્યા છે. આ દરમિયાન જ્યારે મીડિયાએ તેમને કેટલાક સવાલ પૂછ્યા તો તેમણે કોઈપણ સવાલનો જવાબ આપવાનો ઈન્કાર કરી દીધો હતો,

અત્રે ઉલ્લેખનીય છે કે નોઈડાના ડૉક્ટરની મારપીટનો મામલો સામે આવ્યા બાદ પોલીસ કાનપુરમાં કરોલી સરકારના લવકુશ આશ્રમમાં પૂછપરછ કરી રહી છે.

(8:28 pm IST)