Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

પંજાબ પોલીસને મોટી સફળતા: છેલ્લા 6 દિવસથી ફરાર અમૃતપાલના સિક્યોરિટી ગાર્ડની ધરપકડ

ગોરખા બાબા મલૌદ પોલીસ સ્ટેશન હેઠળના ખન્નાના મંગેવાલ ગામનો રહેવાસી

નવી દિલ્હી : પંજાબ પોલીસને મોટી સફળતા મળી છે. છેલ્લા 6 દિવસથી ફરાર અમૃતપાલના સિક્યોરિટી ગાર્ડ તેજિંદર સિંહ ઉર્ફે ગોરખા બાબાની ધરપકડ કરવામાં આવી છે. ખન્ના પોલીસને આ મોટી સફળતા મળી છે. ગોરખા બાબા મલૌદ પોલીસ સ્ટેશન હેઠળના ખન્નાના મંગેવાલ ગામનો રહેવાસી છે. તે ઘણીવાર અમૃતપાલ સાથે રહેતો હતો અને અજનાલા કેસમાં તેનું નામ પણ છે. તે અમૃતપાલનો ગનમેન પણ હતો.

(8:53 pm IST)