Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

નાસાના ઇન્જીન્યૂટી માર્સ હેલિકોપ્ટરની મંગળ ગ્રહ પર બીજી ઉડાન : વિવિધ તસવીરો લીધી

ગત વખતે આ હેલિકોપ્ટર 30 સેકન્ડ માટે ઉડ્યું ત્યારે 10 ફૂટની ઊંચાઇ સુધી ગયું હતું. જ્યારે બીજી ઉડાનમાં તે 5 ડિગ્રી એન્ગલ પર વળ્યુ હતુ

અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાના ઇન્જીન્યૂટી માર્સ હેલિકોપ્ટરે મંગળ ગ્રહ પર 22 એપ્રિલે બીજી ઉડાન ભરી. અગાઉ 19 ફેબ્રુઆરીએ ઇન્જીન્યૂટીએ પ્રથમ ઉડાન કરી હતી. ગુરુવારે નાસાના હેલિકોપ્ટરની બીજી ઉડાન 16 ફૂટની ઊંચાઇ પર હતી

આશરે એક મિનિટ સુધી એટલે 51.9 સેકન્ડ સુધી ઉડ્યુ હતું અને અનેક તસવીરો લીધી હતી. આ વખતે હેલિકોપ્ટર વધુ ઉચાઇએ ઉડ્ડયનની સાથે લાંબા સમયનું પરિક્ષણ પણ કર્યું. હાલ માસા પર એમિરિકો રોવર પર્સિવરેન્સ તપાસ કરી રહ્યું છે. તેણે હલિકોપ્ટરની 211 ફૂટના અંતરેથી લીધેલી તસવીરો મોકલીહતી

આ ઉડાન અંગે નાસાની જેટ પ્રોપલ્શન લેબમાં ઇંજીન્યૂટી હલિકોપ્ટરના ચીફ એન્જીનિયર બોબ બલરામે જણાવ્યું કે અમે હેલિકોપ્ટરથી સંબંધિત ડેટા મળ્યા છે. જે તમામ સકારાત્મક પરિણામો વાળા છે. ગત વખતે 19 એપ્રિલે આ હેલિકોપ્ટર 30 સેકન્ડ માટે ઉડ્યું હતું. ત્યારે 10 ફૂટની ઊંચાઇ સુધી ગયું હતું. જ્યારે બીજી ઉડાનમાં તે 5 ડિગ્રી એન્ગલ પર વળ્યુ હતુ. આ ઉડાન વખતે હેલિકોપ્ટરમાં ફીટ કેમેરાએ અલગ અલગ એંગલની તસવીરો લીધી છે

19 એપ્રિલે બપોર બાદ આશરે 4 વાગે નાસાએ પહેલી વખત મંગળ પર હેલિકોપ્ટર ઉડાડ્યું  હતું. અગાઉ તેનો કાર્યક્રમ 14 એપ્રિલનો હતો. પરંતુ હેલિકોપ્ટરની ટેસ્ટ ફ્લાઇટ વખતે ટાઇમર બરોબર કામ કરી રહ્યું ન હોવાથી પહેલી ફ્લાઇટ મોકૂફ રખાઇ હતી.

આ અંગે નાસાએ જણાવ્યું કે ટાઇમરમાં ખામીને લીધે પ્રી ફ્લાઇટ મોડથી ફ્લાઇટ મોડમાં આવવાની વ્યવસ્થા ખોટકાઇ હતી. તેમાં ફિટ વોચડોગ ટાઇમર પૃથ્વીથી યોગ્યરીતે કમાન્ડ લઇ રહ્યું નહતું. જેના કારણે ફ્લાઇટ સિક્વેન્ડ કમાન્ડ થોડી ધીમી પડી હતી. તેથી તેને સુધારી 19 એપ્રિલે પહેલી ફ્લાઇટ કરાઇ હતી. હાલ ઇન્જીન્યૂટી હેલિકોપ્ટર સંપૂર્ણ પણે સુરક્ષિત અને પૃથ્વી સાથે સંપર્કમાં છે.

નોંધનીય છે કે માર્સ પર્સિવરેન્સ રોવરની નીચે કવર કરીને ઇન્જીન્યૂટી હેલિકોપ્ટર 5 એપ્રિલે મંગળની સપાટી પર ઉતારવામાં આવ્યું હતું. આ હેલિકોપ્ટર મંગળની સપાટી અને ત્યાંના વાયુમંડળમાં રોટરક્રાફ્ટ ટેક્નોલોજીનો ઉપયોગ કરી શકાય કે નહીં, તેની ચકાસણી કરી રહ્યું છે.

5 એપ્રિલે રોવરે હેલિકોપ્ટરને મંગળની સપાટીથી 4 ઇંચ ઉપર છોડ્યું હતું. સપાટી પર પડ્યા બાદ રોવર આગળ વધી ગયું હતું. 1.8 કિલોના આ હેલિકોપ્ટરને રોવરે પોતાની નીચે અને વ્હીલની ઉપર એક કવરમાં સુરક્ષિત રાખ્યું હતું. 21 માર્ચે આ કવર હટાવવામાં આવ્યું હતું

(9:18 pm IST)