Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2024

જીવને જોખમ! :એલ્વિશ વિરુદ્ધ ફરિયાદ કરનાર કાર્યકરને પોલીસ રક્ષણ: હાઇકોર્ટે આપ્યો આદેશ

એક્ટિવિસ્ટ સૌરભ ગુપ્તા અને તેના ભાઈએ હાઈકોર્ટમાં અરજી કરી પોલીસ સુરક્ષાની માંગણી કરી હતી

પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે એલ્વિશ યાદવ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરનાર કાર્યકર્તાને પોલીસ સુરક્ષા આપવાનો આદેશ આપ્યો છે. વાસ્તવમાં, પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે એનિમલ રાઈટ્સ એક્ટિવિસ્ટને પોલીસ પ્રોટેક્શન આપવાનો નિર્દેશ આપ્યો છે, જેમણે યુટ્યુબર દ્વારા સાપના ગેરકાયદે ઉપયોગ અંગે એલ્વિશ યાદવ વિરુદ્ધ ફોજદારી ફરિયાદ નોંધાવી હતી. 

   કાર્યકર્તા સૌરભ ગુપ્તા અને તેના ભાઈએ હાઈકોર્ટમાં અરજી કરીને પોલીસ સુરક્ષાની માંગ કરી છે. કાર્યકર્તાએ કહ્યું કે એલ્વિસ યાદવ સામે ફોજદારી કેસ નોંધાયા બાદ તેને ધમકીભર્યા ફોન આવવા લાગ્યા છે. આ કારણોસર તેમને પોલીસ સુરક્ષા આપવી જોઈએ

  એલ્વિસ યાદવ પર આરોપ છે કે તેણે કથિત રીતે વિડિયોમાં પ્રતિબંધિત પ્રજાતિના સાપનો ગેરકાયદેસર રીતે ઉપયોગ કર્યો હતો અને રેવ પાર્ટીઓમાં મનોરંજન માટે સાપનું ઝેર સપ્લાય કર્યું હતું. ગુરૂગ્રામ પોલીસે એલ્વિસ યાદવ વિરુદ્ધ વીડિયોમાં સાપના કથિત ગેરકાયદે ઉપયોગ માટે કેસ નોંધ્યો હતો, થોડા દિવસો પહેલા ઉત્તર પ્રદેશની સૂરજપુર કોર્ટે સાપના ઝેરના કેસમાં એલ્વિસ યાદવને જામીન આપ્યા હતા.

(11:51 pm IST)