Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

શ્રી કૃષ્ણ જન્મભૂમિ વિવાદ મામલે હિંદુ સંગઠને કરી ઓફર

મુસ્લિમ પક્ષ મસ્જિદ છોડશે તો અન્ય સ્થળે વધુ જમીન આપીશું

મથુરા, તા. ર૩ : શ્રી કૃષ્ણ જન્મભૂમિ વિવાદમાં મથુરાની એક અદાલતમાં અરજી કરીને એક હિંદુ સંગઠને મુસ્લિમોનું પ્રતિનિધિત્વ કરનારા વિરોધી પક્ષોને વૃજક્ષેત્રથી થોડે દૂર દોઢ ગણી વધારે જમીન આપવાની તજવીજ કરી છે. હિંદુ સંગઠને વિરોધ પક્ષને મંદિરની ભૂમિ પરનો પોતાનો દાવો છોડવાનો આગ્રહ કર્યો છે. અરજદારોએ રામજન્મભૂમિ કેસમં સુપ્રીમે કોટૃના ર૦૧૯ના ચુકાદાનો હવાલો આપીને આ અરજી કરી છે. જેમાં સુપ્રિમે હિંદુઓના પક્ષમાં પોતાનો ચુકાદો આપ્યો હતો પણ સરકારને મુસ્લિમોને મસ્જીદ માટે જમીન આપવા કહ્યું હતું.

અરજદારો અનુસાર, યુપી સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડ અને શાહી મસ્જીદ ઇદગાહની મેનેજમેન્ટ કમિટી આ મામલો સૌહાર્દપૂર્ણ રીતે સુલઝાવવાના આ પ્રસ્તાવનો સ્વીકાર કરવો જોઇએ. શ્રી કૃષ્ણ જન્મભૂમિ મુકિત આંદોલન સમિતિએ સીનીયર સીવીલ જજની કોર્ટમાં કરેલ અરજીમાં કહ્યું કે તે શહેરના ચોરાસી કોસ પરિક્રમા ક્ષેત્રની બહાર મસ્જીદ મેનેજમેન્ટ કમિટીને એક મોટી જમીન આપશે. શ્રી કૃષ્ણ જન્મભૂમિ મુકિત આંદોલન શાહી મસ્જીદ ઇદગાહથી વધારે જમીન અપાશે.

મથુરાની અદાલતને આ કેસની સુનાવણી માટે આગલી તારીખ પ જુલાઇની રાખી છે સંગઠને કહ્યું કે જો મસ્જીદ મેનેજમેન્ટ કમીટી સ્વેચ્છાએ વર્તમાન શાહી મસ્જીદ ઇદગાહને પાડી નાખે અને જમીન સોંપી છે તો અમે ચોરાસી ક્રોસ પરિક્રમાની બહાર વધુ કેટલીક જમીન પણ આપશું.

(3:35 pm IST)