Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

કોવિદ -19 : ઓક્સફર્ડ દ્વારા તૈયાર થઇ રહેલી વેક્સીન માટે વૉરન્ટીઅર તરીકે ભારતીય મૂળના શ્રી દિપક પાલીવાલે જાનનું જોખમ લીધું : સમગ્ર માનવ જાત માટે રામબાણ ઈલાજ સમાન વેક્સિનના નિર્માણમાં નિમિત્ત બનશે

લંડન : કોરોનથી રક્ષણ મેળવવામાં રામબાણ સમાન પુરવાર થનારી ઓક્સફર્ડ દ્વારા તૈયાર થઇ રહેલી વેક્સીન માટે ભારતીય મૂળના શ્રી દિપક પાલીવાલે જાનનું જોખમ લઇ વૉરન્ટીઅર તરીકે સેવાઓ આપી છે.

તેમનો પરિવાર જોકે આ બાબતથી નારાજ હતો પરંતુ સમગ્ર માનવ જાતના કલ્યાણ માટે તેઓ જાનનું જોખમ લઇ વૉરન્ટીઅર તરીકે સેવાઓ આપવા તૈયાર થયા હતા.અને 16 એપ્રિલે કરાયેલા 1 હજાર વોરંટીયર્સના ટેસ્ટમાં તેઓ શામેલ થયા હતા.

તેમના આ કૃત્ય બદલ હવે તેમના પરિવાર તેમજ પત્ની સહીત સહુ ગૌરવ અનુભવી રહ્યા છે.તેમજ શ્રી દિપક પણ સંતોષ મેળવી રહ્યા છે.
શ્રી દિપક 2010 ની સાલમાં યુ.કે.માં સ્થાયી થયા હતા.તેઓ રાજસ્થાનના રહેવાસી છે. અને ફાર્માસીસ્ટ છે.

(1:54 pm IST)