Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

પાકિસ્તાનમાં યુ ટ્યુબ બંધ કરી દેવાશે: સુપ્રિમની ચીમકી

ન્યાયાધીશ કાઝી અમીને કહ્યું કે યુટ્યુબ વીડિયો જનતાને સેના, ન્યાયતંત્ર અને સરકાર સામે ઉશ્કેરી રહેલ છે.

પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે અમેરિકા સ્થિત youtube ને પાકિસ્તાનમાં બંધ કરી દેવાની ધમકી આપી છે. સુપ્રીમ કોર્ટે યુટ્યુબ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 'વાંધાજનક સામગ્રી' ધ્યાને લીધી હતી અને વિદેશ મંત્રાલય અને પાકિસ્તાનના એટર્ની જનરલને નોટિસ ફટકારી હતી.
શૌકત અલી વિરુદ્ધ સાંપ્રદાયિક ગુના સંબંધિત કેસની સુનાવણી કરી રહી હતી, ત્યારે આ મુદ્દો ચર્ચામાં આવ્યો. પાકિસ્તાન સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે આવા મંચો એવી સામગ્રીથી ભરચકક છે કે જે પાકિસ્તાનની સંસ્થાઓ સામે નફરત ભરે છે.  સુનાવણી દરમિયાન ન્યાયાધીશ કાઝી અમીને કહ્યું કે યુટ્યુબ વીડિયો જનતાને સેના, ન્યાયતંત્ર અને સરકાર સામે ઉશ્કેરી રહેલ છે.

(12:00 am IST)