Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

બહાર ફરનાર કરતાં ઘરમાં વધુ લોકો સંક્રમિત થાય છે

સાઉથ કોરિયામાં સર્વે કરાયો

સિઓલ, તા. ૨૨ : કોરોના વાયરસ મહામારીની વિરુદ્ધ દુનિયાભરમાં લોકોને જરૂરી કામ માટે જ બહાર લોકો માટે બહાર નિકળવા માટે જણાવવામાં આવી રહ્યું છે. આ વચ્ચે જ દક્ષિણ કોરિયાના મહામારીના નિષ્ણાંતોની એક સ્ટડીમાં સામે આવ્યું છે કે બહારથી વધારે લોકો ઘરમાં થનારા સંપર્કને કારણે કોવિડ-૧૯થી સંક્રમિત થઈ રહ્યા છે. તેમની આ સ્ટડી અમેરિકાના સેન્ટર ફોર ડિઝીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શમાં ૧૬ જુલાઈને રોજ પ્રકાશિત થઈ છે. આ સ્ટડીમાં ૫૭૦૬ દર્દીઓનો સ્ટડી કરવામાં આવી જે કોરોના વાયરસ પોઝિટિવ હતા અને ૫૯ હજાર એવા લોકો સામેલ કરવામાં આવ્યા જે તેમના સંપર્કમાં આવ્યા હતા. શોધમાં સામે આવ્યું કે, ૧૦૦માંથી માત્ર ૨ લોકોને ઘરની બહાર કોરોનાનો ચેપ લાગ્યો હતો. ત્યાંજ ૧૦માંથી ૧ વ્યક્તિને ઘરની અંદર જ કોરોના વાયરસનો ચેપ લાગ્યો હતો. દક્ષિણ કોરિયા મહામારી નિવારણ કેન્દ્રના ડિરેક્ટર જિઓંગ ઈઉન ક્યોંગે જણાવ્યું છે કે, એવું તેના માટે થઈ રહ્યું છે કે વૃદ્ધ લોકોના પરિવારના સભ્યો સાથે સંપર્ક હોય છે અને તેમણે વધારે સંરક્ષણ અથવા સહાયતાની જરૂર હોય છે. બાળોકમાં કોરોના વાયરસના ગંભીર લક્ષણોનો જોખમ ઓછો હોય છે.

(12:00 am IST)