Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

હવે ઓરિસ્સામાં જોવાયો અદભુત કાચબો : સાદા પીળા રંગના કાચબાનો વિડિઓ વાયરલ

અલ્બિનો ઇન્ડિયન ફ્લૈપશેલ કાચબો: 10,000 બચ્ચાંઓમાંથી માત્ર એક જ એલ્બિનો હોય છે

ભુવનેશ્વરઃ ઓડિશાનાં ભુવનેશ્વરમાં એક અદભુત કાચબો જોવા મળ્યો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ શેર થઇ રહ્યો છે. અત્યાર સુધી સાદા લીલા રંગના કાચબા તો જોયા હશે. પરંતુ ક્યારેય પીળા રંગનો કાચબો જોયો છે. હાલમાં સોશિયલ મીડિયા પર તેનો વીડિયો અને ફોટા ખૂબ શેર થઇ રહ્યાં છે.  ખુદ આ વીડિયો જોઇને દંગ થઇ જશો.

 પીળા રંગનો આ કાચબો બાલાસોર જિલ્લાનાં એક ગામમાં જોવા મળ્યો છે. આ કાચબાની તસવીરને આઇએફએસ સુશાંત નંદાએ પોતાનાં ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. તેઓએ કેપ્શનમાં એવું લખ્યું હતું કે, “ઓડિશાનાં બાલાસોરમાં એક દુર્લભ પીળા રંગનો કાચબાને બચાવવામાં આવ્યો. કદાચ આ એક Albino ( એલ્બિનોનો અર્થ થયો કે તેનો રંગ તેનાં નોર્મલ રંગની તુલનામાં હલ્કો હતો ). થોડાં સમય પહેલાં સિંઘનાં સ્થાનીય લોકોએ પણ આ પ્રકારનો કાચબો જોયાની વાત કરી હતી.

આ સિવાય, વાઇલ્ડલાઇફ વોર્ડન ભાનુમિત્ર આચાર્યએ પણ એક ખાનગી ચેનલ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, “મે આ પહેલાં ક્યારેય પણ આવો કાચબો નથી જોયો. રવિવારનાં રોજ બાલાસોર જિલ્લાનાં સુજાનપુર ગામનાં લોકલ લોકોએ આ પીળા કાચબાને બચાવ્યો, જ્યાર બાદ ફોરેસ્ટ ઓફિસર અધિકારીઓને બોલાવીને તેને સોંપી દેવાયો.”

સોશિયલ મીડિયામાં ટ્વિટર પર આ વીડિયો જોઇને લોકોએ કહ્યું કે, “આ પહેલાં ક્યારેય પણ આવો પીળા રંગનો કાચબો ક્યારેય નથી જોયો. અન્ય એક ટ્વિટર યુઝરે લખ્યું કે, “મને લાગે છે કે આ એલ્બિનિઝમ છે. આપણે અન્ય જાનવરોમાં પણ આવી જ જોઇએ છીએ. તાજેતરમાં જ તેઓએ કાજીરંગામાં એક અલ્બિનો વાઘ જોયો હતો.”

વધુમાં એક યુઝરે લખ્યું કે, “કંઇ પણ નવું નથી, પરંતુ એક અલ્બિનો ઇન્ડિયન ફ્લૈપશેલ કાચબો છે. આ કાચબો પૂરા ભારતમાં મળી આવે છે. જો કે એક વિશેષ રીતે તે ખાસ છે કેમ કે 10,000 બચ્ચાંઓમાંથી માત્ર એક જ એલ્બિનો હોય છે.”

(12:00 am IST)